Aapnu Gujarat
ગુજરાત

કોબા કમલમ ખાતે ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

૭૨ પ્રજાસત્તાક દિને આજ સમગ્ર દેશની અંદર આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયેલુ છે. પ્રધાનમંત્રીશ્રીએ પણ લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. શહીદ સ્મારક ખાતે જઈને બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સ્વ. રાષ્ટ્રીય નેતાઓને નમન કરવામાં આવ્યાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. સમગ્ર રાજકીય પાર્ટીઓ પણ પોતપાતાના મુખ્ય કાર્યાલયો પર રાષ્ટ્ર ધ્વજને લહેરાવી રાષ્ટ્ર ધ્વજને નમન કરી શહીદોન શ્રદ્ધાંજલિ આપે છે. આવો જ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય કોબા કમલમ ખાતે ગુજરાત પ્રદેશના નવા વરાયેલા પ્રમુખ શ્રી પાટીલ જી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું. ફુગ્ગા ઉડાડીને પ્રજાસત્તા દિવસની ઉજવણી કરવામાં આવી. આજે મધ્યસ્થ કાર્યાલયના પટાંગણમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું. મોટી સંખ્યામા કાર્યકરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને ધ્વજ વંદન કર્યું હતું. બીજીબાજુ શૌર્ય ગીતો વાગતા હતાં, ત્યાં ઉપસ્થિત લોકોને દેશ પ્રેમથી સૌના હૃદય ભરી દેતા હતાં. આ સમયે અનેક લોકોએ નવનિયુક્ત પ્રમુખ શ્રી પાટીલની સાથે ફોટો ખેંચાવ્યા હતાં. બીજીબાજુ ટિકિટ વાંચ્છુઓ પણ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં. ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને તેમના બાયોડેટા આપતા હતાં. આ મહિનો ચૂંટણીનો મહિનો છે. દરેક જગ્યાએ દરેક રાજકીય પાર્ટીના મુખ્ય કાર્યાલય પર ટિકિટ વાંચ્છુઓની ભીડ દેખાતી હતી.

Related posts

પોલીસ કર્મીઓના ગ્રેડ પે નો મામલો વધુ ઉગ્ર

editor

રાજપીપલા ખાતે તા. ૧૦ થી તા. ૧૫ મી જુલાઇ દરમિયાન બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન

aapnugujarat

અમદાવાદમાં સ્વાઈનફલૂના નવા ૪૩ કેસ : વધુ એક મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1