Aapnu Gujarat
ગુજરાત

પોલીસ કર્મીઓના ગ્રેડ પે નો મામલો વધુ ઉગ્ર

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

ગુજરાતના પોલીસ કર્મીઓના ગ્રેડ પે નો મામલો વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે ત્યારે રાજ્યભરમાં પોલીસ કર્મીઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે.હજારો પોલીસ કર્મીઓ ગ્રેડ વધારાની માગણી સાથે રજૂઆતો કરવામાં આવ્યું છે
ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પોલીસ કર્મીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ પર નિષ્ઠાથી કાર્ય કરી રહ્યા છે.ચુડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન કરવામાં આવ્યું અને આવેદનપત્ર આપી પોલીસ કર્મીઓને ન્યાય આપવા માંગ કરવામાં આવી.

અત્રે નોંધનીય છે કે ગ્રેડ પે ને લઈને પોલીસ આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ છે અને સોશિયલ મીડિયા પર આંદોલન ચાલી રહ્યું છે જે અંતર્ગત પોલીસ આંદોલનને લઈને સ્પેશિયલ સોંગ પણ બનાવવામાં આવ્યું છે સોંગ રિલીઝ કરી સરકારને આડકતરી રીતે ચેતવણી આપવામાં આપવામાં આવી હતી.
તેમજ પોલીસનો પગાર ઓછો હોવાથી પગાર વધારવાની માંગ કરવામાં આવી રહી છે.
સરકાર પોલીસને સાંભળી અને તેને યોગ્ય ન્યાય મળે તે માટેની રજૂઆત કરવામાં આવી છે.
જો ભવિષ્યમાં પોલીસની માંગ પૂરી કરવામાં નહીં આવે તો પોલીસ પરિવાર પણ આંદોલનમાં જોડાશે અને આંદોલનને ઉગ્ર રીતે ચલાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી…

Related posts

નરોડા ખાતે રૂપાણીના રોડ શોમાં લોકો ઉમટી પડ્યાં

aapnugujarat

દાહોદમાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજીઓનો નિકાલ થયો : જયેશ રાદડીયા

aapnugujarat

મ્યુનિ. દ્વારા મધ્ય ઝોનમાં ૨૫૦ મિલકતોને નોટિસ અપાયા બાદ વિવાદ વકર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1