Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા કિસાન કોંગ્રેસ દ્વારા રજુઆત

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોનાં પાક ઉપર સતત વરસાદ થકી પાક સંપૂર્ણ રીતે નષ્ટ પામેલ છે ત્યારે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ઓછા સ્ટાફ નાં કારણે મંદગતિએ આ કામગીરી ચાલી રહી છે હાલ જે કામગીરી ચાલે છે તે રીતે સર્વે માં ઓછા માં ઓછા ચાર મહિના જેટલો સમય ફક્ત સર્વેમાં જ લાગે તેમ છે તો તુરંત સ્ટાફ વધારી કામગીરી પુર્ણ કરવામાં આવે અને હવે પછી ખેડૂતો ને રવિ પાકનું વાવેતર કરવાનો સમયગાળો હોય તો સર્વે થાય પછી જ ખેડૂતો જમીન ખેડાણ કરી અન્ય પાકનું વાવેતર કરવાનું હોય ગોકળગતીએ ચાલતી સર્વેની કામગીરી સામે ખેડૂતો એ આક્રોશ વ્યક્ત કર્યો હતો ઉપરાંત છેલ્લા બે વર્ષથી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કીસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે તે મુજબ ચાર હેક્ટર વિસ્તાર પ્રમાણે ઓછામાં ઓછાં રૂપિયા ૮૦.૦૦૦ અને વધું માં વધું રૂપિયા એક લાખની સહાય ચૂકવવા રજુઆત સુરેન્દ્રનગર જીલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ રામકુભાઈ કરપડા દ્વારા કરવામાં આવી હતી આ બાબતે કલેકટર શ્રી ને લેખિતમાં રજૂઆત કરી હતી અને ચિમકી ઉચ્ચારી હતી કે દિવાળી પહેલાં જો સહાય ચૂકવવા માં નહીં આવે તો ખેડૂતો જલદ આંદોલન કાર્યક્રમ આપશે અને કચેરી સામે રામધૂન બોલાવી મુખ્યમંત્રી કીસાન સહાય યોજના નો વિરોધ કરશે આ તકે ખેડૂતો જગદીશભાઈ પટેલ,નિતીન પટેલ, ગણપતભાઇ પટેલ, સહિત નાં અને કોંગ્રેસ કાર્યકરો રજુઆતમાં જોડાયાં હતાં..

Related posts

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વડોદરા કલેકટર કચેરી ખાતે શહેર-જિલ્લાના બીઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટર સાથે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું

aapnugujarat

અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત કરાવવા પાટીદાર સંસ્થાઓની મદદ લેવાશે

aapnugujarat

સાધ્વી જયશ્રીગીરી બે દિન માટે પોલીસ રિમાન્ડ ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1