Aapnu Gujarat
ગુજરાત

મ્યુનિ. દ્વારા મધ્ય ઝોનમાં ૨૫૦ મિલકતોને નોટિસ અપાયા બાદ વિવાદ વકર્યો

શહેરના મધ્ય ઝોનમાં આવેલા ખાડીયા ચાર રસ્તાથી ઝકરીયા મસ્જીદ તરફ જતા રસ્તાને ૬૦ ફૂટનો કરવા માટે આપવામાં આવેલી ૨૫૦ મિલ્કતોના ધારકોને નોટિસ બાદ હવે આ મામલે વિવાદ વધુ વકર્યો છે.આજે આ મામલે ૨૫ થી વધુ વેપારીઓ વિપક્ષનેતાને મળ્યા હતા.જ્યાં તેમણે ૨૨ મુદ્દા સાથેનું આવેદનપત્ર આપતા વિપક્ષે આ મામલે ૨૮મીના રોજ મળનારી મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં મુદ્દો ઉઠાવવાની ખાત્રી આપી હતી.આ અંગે મળતી માહીતી અનુસાર,મધ્યઝોનમાં છેલ્લા ૪૦ વર્ષથી દર વખતે ચૂંટણી નજીક આવતાની સાથે ખાડિયા ચાર રસ્તાથી ઝકરીયા મસ્જીદ તરફ જતા રસ્તાને પહોળો કરવા મિલ્કત ધારકોને નોટિસ ફટકારવામાં આવતી હોય છે.પરંતુ જેવી ચૂંટણી પુરી થઈ જાય કે તરત આ મુદ્દો વિસારી દેવામાં આવે છે આ વખતે ફરી મધ્યઝોન એસ્ટેટ દ્વારા આ રોડ ૧૮ મીટરનો એટલે કે ૬૦ ફૂટનો કરવા માટે ૨૫૦ જેટલા મિલ્કત ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી જેની સામે વાંધા સુચનો પણ મંગાવવામાં આવ્યા હતા.૧૫ જૂન સુધીમાં કરવાની વાંધા અરજીઓ પણ આ અસરગ્રસ્ત મિલકતધારકો દ્વારા કરી દેવામાં આવી છે.બીજી તરફ આજે પેપર મરચન્ટ એસોસિએશનના પ્રમુખ વિપુલ શાહની આગેવાનીમાં વેપારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા હતા.જ્યાં તેમણે વિપક્ષનેતા દિનેશ શર્માને ૨૨ મુદ્દા સાથેનું આવેદનપત્ર પણ આપ્યુ હતું આ વેપારીઓએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે,આ સ્થળે ભાજપના બે કોર્પોરેટરોએ જગ્યા લીધી હોઈ તેમને જ આ રોડ ૬૦ ફૂટનો કરવામાં આવે તેમાં રસ છે.વિપક્ષનેતા દ્વારા ૨૮ જૂનના રોજ મળનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ વિષય પર મુદ્દો ઉઠાવવાની ખાત્રી આપી હતી.

Related posts

गुजरात में दलितों, आदिवासियों पर हो रहे अत्याचार को लेकर बनाई जाएगी स्‍पेशल कोर्ट

aapnugujarat

નારાજગીને ડામવા કોંગ્રેસ દ્વારા ડેમેજ કન્ટ્રોલ કવાયત

aapnugujarat

सिर्फ ७६९७ लाइसेंस प्रशासन द्वारा ऑनलाइन जारी किए गए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1