Aapnu Gujarat
ગુજરાત

જનમિત્ર કાર્ડ યોજના ખાનગી બેંકને કરોડોનો લાભ કરાવશે : કોંગ્રેસ

આજથી જનમિત્ર કાર્ડ યોજનાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે વિપક્ષ કોંગ્રેસે આ મામલે ગંભીર આક્ષેપ કરતા કહ્યુ છે કે,આ યોજના માત્ર ખાનગી બેંકને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે જ તૈયાર કરવામાં આવી છે જેનાથી મ્યુનિસિપલ તિજોરીની સાથે એએમટીએસ અને બીઆરટીએસને પણ ઘણુ મોટુ આર્થિક નુકસાન થવા પામશે.આ અંગે મ્યુનિસિપલ વિપક્ષનેતા દિનેશ શર્માએ એક નિવેદનમાં કહ્યુ છે કે,અમારી પાસે એવી વિગત છે કે,આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા માત્ર ૩૦ કરોડ રૂપિયાનું જ રોકાણ કરવામાં આવ્યુ છે.આ પ્રોજેકટમાં મ્યુનિસિપલ તંત્ર ઈન્ફ્રાસ્ટ્રચર ઉભુ કરી શકતુ હતુ કેમકે નોટબંધી વખતે સિવિક સેન્ટરોમાં પોઈંટ ટુ સેલ મુકવામાં આવ્યા હતા જે ખરેખર બેંક દ્વારા મુકાવા જોઈતા હતા.મ્યુનિ.બેંકને એક હજાર રૂપિયાની સામે ૧.૯૫ ટકાનું કમિશન આપવાની છે તે પણ વધારે પડતુ છે.એએમટીએસમાં રોજ ૫.૩૦ લાખ મુસાફરો અને બીઆરટીએસમાં ૧.૪૦ લાખ મુસાફરો મુસાફરી કરે છે.એએમટીએસમાં ૧૦ ટકાથી વધારે જયારે બીઆરટીએસમાં ૩૦ ટકાથી વધુ મુસાફરો સ્માર્ટ કાર્ડ અને પાસનો ઉપયોગ કરી રહ્યા છે.એએમટીએસને પાસની આવક પેટે ગત વર્ષે રૂપિયા ૧૨.૫૦ કરોડ અને બીઆરટીએસને સ્માર્ટ કાર્ડથી ૧૮ કરોડની આવક થવા પામી હતી.આ તમામને ફરજિયાત જનમિત્ર કાર્ડ આપવામાં આવશે.જેના ઉપર બેંક તગડુ કમિશન મેળવશે.બંનેની આવક જો ગણવામાં આવે તો રૂપિયા ૩૦.૫૦ કરોડ થાય છે.એનો સીધો અર્થ એ થાય કે બેંકના એકાઉન્ટમાં સીધી આટલી રકમ આવી જશે આ ઉપરાંત બેંકને જનમિત્ર કાર્ડ દીઠ ૧.૯૫ ટકાનું કમિશન મળવાની સાથે મોટી રકમ તેના ખાતામાં આવતી હોવાથી વ્યાજની પણ કમાણી થશે.એએમટીએસ ૩૦૦ કરોડની જયારે બીઆરટીએસ ૪૦ કરોડની ખોટ કરી રહ્યુ છે આ પરિસ્થિતિમાં આ કાર્ડ આવવાથી આ બંને સેવાઓના શટર પાડી દેવા પડે એવી સ્થિતિ સર્જાશે.વિપક્ષની માગણી છે કે, આ રકમ બેંકના ખાતામાં જમા કરવાને બદલે મ્યુનિ.તિજોરીમાં જમા થવી જોઈએ અને આ યોજના મ્યુનિ.માટે નુકસાનરૂપ હોઈ રદ કરવી જોઈએ.

Related posts

અમદાવાદ કાલુપુર મંદિરના સ્વામી એક પરિણિતાને લઇ ફરાર

aapnugujarat

અમદાવાદ : ટ્રાફિક નિયમ તુટશે તો ઘરે મેમો પહોંચશે

aapnugujarat

સાબરકાંઠામાં નાગણેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાયો

editor

Leave a Comment

UA-96247877-1