Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠામાં નાગણેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાયો

સાબરકાંઠા જીલ્લાના રાજેન્દ્રનગર ખાતે આવેલ નાગણેશ્વરી માતાજીનો આજે ૧૧ મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૯માં રાજસ્થાનના નગના ખાતેથી લાવેલ માતાજીની જ્યોત રાજેન્દ્રનગરના ક્ષત્રિય કુંપાવત પરિવાર દ્વારા નાગણેશ્વરી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. ગ્રામજનોનું માનવું છે કે નાગણેશ્વરી માતાજીની સ્થાપ્ના પછી ગામમાં સુખ શાંતિ છે. માતાજીના અનેક પરચા પણ અપરંપાર છે. રાજેન્દ્રનગરનો કુંપાવત પરિવાર દર વર્ષે માતાજીનો પાટોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવે છે અને માતાજીની અતૂટ શ્રદ્ધા હોવાના કારણે આજુબાજુના ગ્રામજનો પણ દર રવિવારે માતાજીના દર્શનાર્થે આવે છે. પાટોત્સવ દરમિયાન રાજેન્દ્રનગરના વતની ભૃગૃવેન્દ્રસિંહ કુંપાવત નાની ઉંમરમાં સમાજ સેવામાં મોટી નામના ધરાવતા સેવાભાવીનું ગામના અગ્રણીઓ સ્વાગત કરવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

लाल दरवाजा टर्मिनस बिल्डिंग की जगह नई ऑफिस बनेगी

aapnugujarat

ગુજરાત ચૂંટણી તારીખોની જાહેરાત કેમ નહીં : કોંગ્રેસ

aapnugujarat

વિરમગામમાં બેટી બચાવો બેટી પઢાવો થીમ પર નવરાત્રીના ગરબા ગાવામાં આવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1