Aapnu Gujarat
ગુજરાત

નારાજગીને ડામવા કોંગ્રેસ દ્વારા ડેમેજ કન્ટ્રોલ કવાયત

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા પછી કેટલીક બેઠક પર કોંગ્રેસના જ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી કરતા તેમને સમજાવવા માટે પ્રદેશ કક્ષાથી ડેમેજ કંટ્રોલની મહત્વની કવાયત હાથ ધરી છે. આ માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વન ટુ વન બેઠકોનો દોર યોજી નારાજ કોંગી આગેવાનો અને કાર્યકરોને તેમ જ ચૂંટણીમાં મેદાને પડેલા અપક્ષ ઉમેદવારોને સમજાવટના પ્રયાસો આદર્યા છે. ગુજરાત લોકસભાની ચૂંટણી દરમ્યાન સુરેન્દ્રનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ પૂર્વ એમ પાંચ બેઠક પર કોંગ્રેસના જ દાવેદારોએ બળવો કરતા તાત્કાલિક ડેમેજ કંટ્રોલ હાથ ધરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ઉમેદવારો જાહેર કર્યા પછી કોંગ્રેસમાં ફાટી નીકળેલા અસંતોષને ડામવા માટે કમર કસવી પડશે. ઠાકોર સેનાના કાર્યકરાઓ બનાસકાંઠા અને સાબરકાંઠાથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ ઊંઘતી ઝડપાઇ છે. એક્બાજુ અલ્પેશ ઠાકોરને સ્ટાર પ્રચારકની યાદીમાં કોંગ્રેસે સામેલ કર્યા, બીજીબાજુ ઠાકોર સેનાએ જ કોંગ્રેસ સામે બળવો પોકારતા સ્થિતિને થાળે પાડવી મુશ્કેલ છે. ઉપરાંત સુરેન્દ્રનગરમાં લાલજી મેરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ખેડામાં કાળુજીએ રાજીનામું આપી દેતા તેમને મનાવવા પ્રદેશના નેતાઓ દોડ્‌યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વન ટુ વન બેઠકોના દોર યોજી ડેમેજ કંટ્રોલની સમગ્ર કવાયત હાથ ધરી છે. ખાસ કરીને અપક્ષ ઉમેદવારોને સમજાવટ દ્વારા બેસાડી દઇ કોંગ્રેસના મતો તૂટે નહી તે પ્રકારના પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.
કારણ કે, કોંગ્રેસ આ વખતે ભાજપ પાસેથી મહત્તમ બેઠકો આંચકી લેવાના મૂડમાં છે.

Related posts

રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા : હર્ષ સંઘવી

aapnugujarat

સુરત ક્રાઇમબ્રાન્ચે નકલી દસ્તાવેજોના આધારે છેતરપીંડી કરનારને ઝડપી પાડ્યો

aapnugujarat

अहमदाबाद के टूटे हुए रोड मामले में म्युनि. के दो इंजीनियरों के खिलाफ विजिलन्स जांच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1