Aapnu Gujarat
ગુજરાત

ડભોઇ સેવા સદન ખાતે મતદારોમાં જાગૃતિ લાવવા રંગોળીનું આયોજન કરાયું

ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ ૨૫/૦૧/૨૦૨૧ના રોજ ૧૧માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેના સંદર્ભમાં આજરોજ ૧૪૦ ડભોઇ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ડભોઇ સેવા સદન ખાતે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રંગોળી દ્વારા જાહેર જનતા યુવા યુવતીઓમાં મતદાન કરવા અંગેની જાગૃતિ લાવવા તથા બાકી રહેલ યુવા મતદારો અને જે યુવતીઓ ૧૮ વર્ષની ઉપર ઉંમર ધરાવતા હોય તેવા યુવા યુવતીઓ મતદારો લોકશાહીમાં ભાગીદાર થાય અને તેઓ પોતાનું નામ નોંધાવે તથા નોંધાયેલ દિવ્યાંગ મતદારો તેમને જોઈતી આવશ્યક સુવિધાઓ સાથે મતદાન કરી શકે તે હેતુ આ રંગોળીનું કાર્યક્રમ કરી સંદેશ આપવામાં આવેલ હતો. મતદાર યુવાઓ મહિલાઓ અને સિનિયર સિનિયર સિટિઝન તેમજ હવે પછીના ૧૮ વર્ષ થતા મતદારોને મત આપવા પ્રોત્સાહિત કરવા આ રંગોળીનું કાર્યક્રમ કરાયું હતું જેમાં ડભોઇ પ્રાંત અધિકારી શિવાની ગોયલ ડભોઇ મામલતદાર પૂજા સહાની, હીનાબેન પરમાર, પ્રવિણસિંહ ડોડીયા તેમજ મતદાર નોંધણીેના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

સરકારની હાઇકોર્ટમાં કબૂલાત : રાજ્યમાં ૫૨ હજાર કરતા વધુ દર્દી ઓક્સિજન પર

editor

अहमदाबाद में प्रधानमंत्री मोदी और जापान के प्रधानमंत्री का स्वागत धूमधाम से किया जाएगा : ५० स्टेज बनाये जायेंगे

aapnugujarat

બાયડમાં ખેડૂતોએ કર્યો હાઇ-વે ચક્કાજામ, બે કિમી સુધી ટ્રાફિકજામ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1