Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર તાલુકામાં વૃક્ષોનું નિકંદન

સાબરકાંઠા જિલ્લાનું વડુ મથક ગણાતા હિંમતનગર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે લીલાછમ વૃક્ષો કપાઈ બારોબાર વેપાર થઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લાં ઘણાં સમયથી હિંમતનગર શહેરના ખેડ તસિયા રોડ પરથી રાત્રિના સમયે ગેરકાયદેસર લાકડા ભરેલ ટ્રક અને ટ્રેક્ટર પસાર થાય છે. રાજ્ય સરકાર વૃક્ષો વાવવા અને જતન કરવા અથાગ પ્રયત્ન કરી રહી છે ત્યારે હિંમતનગર ફોરેસ્ટ વિભાગની નજર સમક્ષ ગેરકાયદેસર લાકડાની હેરાફેરી થતી હોવા છતાં ફોરેસ્ટ વિભાગ આંખ આડા કાન કરે છે. હિંમતનગર શહેરના મોતીપુરા નેશનલ હાઇવે પર ફોરેસ્ટ વિભાગની ચેક પોસ્ટ હોવા છતાં ચેક પોસ્ટ પાસેથી ગેરકાયદેસર લાકડાની ગાડીઓ પસાર થાય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી અનેક સંસ્થા અને જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના કારણે લીલાછમ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છ. ફોરેસ્ટના અધિકારીઓ પર આ બાબતે યોગ્ય ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી લોક માંગ ઉઠી છે હવે જોવું રહ્યું કે હિંમતનગર ફોરેસ્ટ વિભાગ આ બાબતે શું શું કાર્યવાહી કરશે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન પ્રશ્ને ગુજરાત દેશમાં નંબર વન

aapnugujarat

દિવાળીના દિવસો પછી અનેક કારખાનાં બંધ

aapnugujarat

તૌકિરને સાથે રાખી પાવાગઢના જંગલોમાં કરવામાં આવેલું રિકન્સ્ટ્રકશન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1