Aapnu Gujarat
ગુજરાત

ડભોઈના હરીહર આશ્રમમાં મકરસંક્રાંતિ પર્વ ઉજવાયો

ડભોઈ નાંદોદી ભાગોળ પાસે આવેલ હરિહર આશ્રમ ખાતે નવનાથ કાવડ યાત્રાના આયોજક શ્રી.પ.પૂ.વિજય જી મહારાજના વરદ હસ્તે તેમજ ઉપસ્થિત અતિથિઓ દ્વારા ગૌ માતાની પૂજા કરી ગોળ અને ઘાસચારો તથા અન્ય ધાન આરોગાવાઈ મકરસંક્રાંતિ પર્વની ખરી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

નવનાથ કાવડ યાત્રાના આયોજક પ.પૂ શ્રી.વિજયજી મહારાજ દ્વારા મકરસંક્રાંતિના પર્વ પર દર વર્ષે બાલગોપાલોને પતંગ અને દોરીનું વિતરણ કરી પર્વની ઉજવણી કરાતી હતી પરંતુ આ વર્ષે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારી અને સરકારી ગાઈડ લાઇનને ધ્યાને રાખી હરીહર આશ્રમના મહારાજ દ્વારા ગૌ માતાને ગોળ, લીલો ઘાસચારો ખવડાવી અને ગૌ માતાની પૂજા કરી એક નવતર અને ઉત્તમ કાર્યને વેગવંતુ કરાયું હતું. મકરસંક્રાંતિના પાવન પર્વના કાર્યક્રમમાં ભાગ લઈ ગૌ માતાને ઘાસચારો, ગોળ અને અન્ય ધાન્ય ખવડાવી હિંદુ – મુસ્લિમ એકતાનું દૃષ્ટાંત પુરુ પાડી સમાજમાં એકતાની મહેક પ્રસરાવી હતી. આ કાર્યક્રમમાં ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.વાઘેલા, ભાજપનાં નેતા ડૉ. બી.જે બ્રહ્મભટ્ટ, આપણું ગુજરાત દૈનિક અને યુ ટ્યુબ ચૅનલના તંત્રી દેવેન વર્મા, વડોદરા કિસાન સંઘના સંયોજક સુરેશ પટેલ, રાષ્ટ્રીય સમાજ પાર્ટીના પ્રદેશ પ્રમુખ રાજેશ આયરે તથા પાર્ટીના પ્રેસિડન્ટ મુસ્તાક પટેલ, સંજય વાઘમોડે, વડોદરા જિલ્લા કરણી સેનાના પ્રભારીઓ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રોગ્રામની શોભા વધારી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

હાર્દિક પટેલની મોજમસ્તીનો બીજો કથિત વીડિયો વાયરલ

aapnugujarat

પાવાગઢ દર્શનાર્થે આવેલા માઈભક્તો પાર્કિંગના નામે લૂંટાયા

aapnugujarat

आम की पैदावार कम होने से भाव ५० प्रतिशत बढ़े

aapnugujarat

Leave a Comment

UA-96247877-1