Aapnu Gujarat
ટેકનોલોજી

૩૬% વ્યાજ લેતી લોન એપનો ભાંડો ફૂટ્યો

ચેન્નાઈ પોલીસે બે ચીની નાગરિક સહિત કુલ ચાર શખ્સોને પકડીને ગેરકાયદે લોન એપથી માઈક્રો ફાઈનાન્સના ધંધાનો ભાંડો ફોડ્યો છે. પઠાણી વ્યાજથી પણ તોતિંગ ૩૬ ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલતી આવી ડઝનથી વધુ એપ દ્વારા દેશમાં કુલ ૩૦૦ કરોડ વ્યાજ ફેરવવામાં આવ્યા હોવાની આશંકા છે. પોલીસ સૂત્રોના મતે દેશમાં અંદાજે એક લાખથી વધુ લોકોને રૂ. ૫,૦૦૦થી લઈને રૂ. ૫૦,૦૦૦ સુધીનું ધિરાણ આ એપ દ્વારા કરવામાં આવ્યું છે અને વ્યાજના ચક્રમાં લોકોને ફસાવવાનો ગોરખધંધો થઈ રહ્યો છે.મોબાઈલ પર એપ ડાઉનલોડ કરીને લોન મેળવવાના આ ધંધામાં નાણાંનો સ્રોત અને કેટલા લોકો પાસે કેટલી મૂડી અને કેટલું વ્યાજ વસૂલવામાં આવ્યું છે તે અંગે સ્પષ્ટ માહિતી પોલીસને નથી મળી અને તે અંગે તપાસ ચાલુ છે. ચેન્નાઈ પોલીસના મતે બેંગાલુરુની આઈસીઆઈસીઆઈ બેન્ક તેમજ આરબીએલ બેન્કની શાખામાં બે ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે જેમાં એકમાં રૂ. ૪૮ લાખ જ્યારે બીજામાં રૂ. ૧.૯૬ કરોડ મળ્યા છે. ઝડપાયેલા બે ચીની નાગરિકોની ઓળખ શીયા યા માઉ (ઉં.૩૮) અને યુવાન લુન (ઉ.૨૯) તરીકે થઈ છે. જ્યારે અન્ય બે શખ્સો હોંગ અને વેન્ડિશ સિંગાપુર નાસી જવામાં સફળ રહ્યા છે.પોલીસે લોનથી નાણાં ધિરધાર કરવાના કેસમાં બે સ્થાનિક યુવકો એસ પ્રમોદ અને સી આર પવનની કર્ણાટકથી ધરપકડ કરી છે. આ બન્નેની ધપકડ કરી ચેન્નાઈમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. આ બન્ને યુવકોને સંખ્યાબંધ લોન એપ કંપનીઓના ડાયરકેક્ટર દર્શાવાયા છે તેમજ તેમને મહિને રૂ. ૨૦,૦૦૦ પગાર પણ ચૂકવવામાં આવતો હતો.ચેન્નાઈના એક રહેવાસી ગણેશન (ઉં. ૩૫)એ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેણે એક મોબાઈલ એપ મારફતે રૂ. ૫,૦૦૦ લોન લીધી હતી. જો કે તેના બેન્ક ખાતામાં રૂ. ૩,૫૦૦ જ જમા થયા હતા. એક સપ્તાહમાં લોન આપનાર એપ દ્વારા તેને પૂરી રકમ જમા કરાવવા દબાણ કરાયું હતું. ગણેશન આ લોન ભરપાઈ કરી શકે તેમ ના હોવાથી સ્ટાફના એક વ્યક્તિએ તેને આવી બીજી લોન એપ ડાઉનલોડ કરી રોકડ રકમ મેળવવા જણાવ્યું હતું. થોડા દિવસોમાં ગણેશને ૪૫ લોન એપ પરથી કુલ રૂ.૪.૫ લાખની લોન લીધી હતી.લોન ધારકની ફરિયાદ અને સાયબર ક્રાઈમે આપેલી વિગતોને આધારે સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે ૨૦ દિવસની મહેનત અ બેંગ્લુરુમાં એક સપ્તાહ સુધી ધામા નાંખીને આરોપીઓને દબોચી લીધા હતા.

Related posts

ટિકટૉક ઍપ પર પ્રતિબંધ મુકવા અરજી

aapnugujarat

जियो यूजर्स को नए साल का तोहफा

editor

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ડાઉન થતાં કરોડો યુઝર્સ પરેશાન

editor

Leave a Comment

UA-96247877-1