Aapnu Gujarat
Uncategorized

મુખ્યમંત્રી રૂપાણીએ સુરેન્દ્રનગરને આપી મોટી ભેટ

સુરેન્દ્રનગરમાં આજે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાને બે મોટી ભેટ નવા વર્ષની શરૂઆતમાં આપવામાં આવી છે. સુરેન્દ્રનગરના સરા તેમજ ચુડા તાલુકાને એસટી બસ સ્ટેન્ડની સુવિધાનું ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એસટી બસ એ નફાનું સાધન નહીં પણ લોકોને ઉત્તમ પ્રકારની મુસાફરી મળી રહે એ પ્રકારની સેવાનું સાધન છે તે સમયે મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં ૧૦૦૦ નવી બસની પણ જાહેરાત કરી હતી તેમજ ૫૦ નવી ઇલેક્ટ્રોનિક બસની પણ જાહેરાત કરવામાં આવી હતી અને આ બસ ૧ જૂન સુધીમાં દોડતી થઇ જશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. મુસાફરોને વધુ લેટેસ્ટ અને આધુનિક સુવિધાઓ મળી રહે તેમજ તેમની સલામતી વગેરે બાબતો ઝીણવટભર્યું કાર્ય કરવામાં આવે છે. આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા પહેલા એક્સપ્રેસ બસ તેમજ વોલ્વો બસ જેવી સુવિધાઓની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હતી. હવે તેમાં નવું સોપાન ઇલેક્ટ્રિક બસ ઇ-બસની સુવિધા પણ લોકોને સરળતાથી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે લોકડાઉનમાં પણ એસટી બસ દ્વારા ખૂબ જ સારી ઉમદા કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયે લોકોની મુશ્કેલી ના પડે તે માટે અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકોને યોગ્ય બસો ફાળવીને પોતાના વતન મોકલવામાં આવ્યાં હતાં તેમજ બહાર ગયેલા ગુજરાતના વતનીઓને ગુજરાત લાવવા માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ દરેક એસટી બસોને વાઇફાઇથી કનેક્ટ કરી સમયસર પહોંચે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છ. રૂપિયા ૨.૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત ચુડા બસ સ્ટેશના ઈ- લોકાર્પણ કરતા મુખ્યમંત્રી દ્વારા ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકો પાયાની સુવિધા મળી રહે એવું બસ સ્ટેશન નવા વર્ષની શરૂઆતમાં ભેટ આપી હતી. આ નવા બસ સ્ટેન્ડની ભેટથી લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ હતી. આ પ્રસંગે રાજ્યના મંત્રી વિભાવરી દવેએ જણાવ્યું હતું કે, પહેલાની સરકારમાં ખખડધજ બસોથી લોકોને છુટકારો મળ્યો છે તેમજ હાલની સરકાર પ્રજાલક્ષી કાર્યો સાથે લોકોને ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે અગ્રેસર છે. ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો, તેમજ વૃદ્ધોને ઉત્તમ સુવિધા મળી રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે લીંબડી ચુડા સાયલા વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુમિતા રાવલ, સુરેન્દ્રનગર ડીડીઓ, શંકર દલવાડી, રાજભા ઝાલા, ધીરુભાઈ સિંધવ, એસટી કોમર્શિયલ દિનેશ જેઠવા, લીંબડી ડેપો મેનેજર તેમજ એસટી સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.


(વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

  વ્હેલશાર્કને બચાવી નવજીવન આપ્યું છે : નાયબ વન સંરક્ષક સોમનાથ ખાતે આંતરરાષ્ટ્રીય વ્હેલશાર્ક દિવસની ઉજવણી કરાઈ

aapnugujarat

વેરાવળમાં ભાજપ – કોંગ્રેસ સાથે મળીને ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે : જગમાલ વાળા

aapnugujarat

ઇપીએફ પર ૮.૫૫ ટકાના વ્યાજ અંગે અસહમતિ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1