Aapnu Gujarat
ગુજરાત

વિસનગરમાં ભાજપ અનુસુચિત જાતિ મોરચાની કારોબારી બેઠક મળી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મહેસાણા જીલ્લાના અધ્યક્ષ નરસિંહદાસ વણકરની રાહબરી હેઠળ પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ મકવાણાની અધ્યક્ષતામાં વિસનગર એપીએમસી હૉલ ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મહામંત્રી જગદીશ શ્રીમાળી, ઉપાધ્યક્ષ નારણ પહાડીયા, જિલ્લા ભાજપના મંત્રી જે.એમ. ચૌહાણ, સતલાસણા, ખેરાલુ, વડનગર, વિજાપુર, ઉંઝા તથા વિસનગર તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીની શરૂઆતમાં મોરચાના મહામંત્રી જગદીશ શ્રીમાળી દ્વારા મંચસ્થ મહાનુભાવો તેમજ ઉપસ્થિત સૌ હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રમુખ નરસિંહભાઈ વણકરે પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલના દિશાનિર્દેશ અનુસાર પેજ સમિતિની રચનાથી લઈને ચૂંટણી લક્ષી વિવિધ કાર્યોની ઝીણવટથી છણાવટ કરી હતી અને કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો અનુસાર કામ કરવાની હાકલ કરી હતી. સભાના અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર મકવાણાએ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજના લોકો સમક્ષ રજુ કરવા ઉપર ભાર મૂક્યો હતો તેમજ પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા ઉમેદવારને જીતાડવા માટે આહવાન કર્યું હતું. બેઠકના અંતે ઉપાધ્યક્ષ નારણભાઈ પહાડીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

કાંકરેજ તાલુકાના વડા બનાસ નદીનાં પટમાંથી નીલ ગાયની હત્યાથી સનસનાટી

aapnugujarat

નર્મદા જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી

aapnugujarat

સગર્ભા મહિલાઓને ૧૫૦૦૦ની સહાય જાહેર કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1