Aapnu Gujarat
ગુજરાત

જોરણંગ ગામમાં સગીરાની હત્યાથી ચકચાર

મહેસાણા જિલ્લાના જોરણંગ ગાલ્માં આજે ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. સવારે ગામની સીમમાં કુદરતી હાજતે ગયેલી દીકરી ઘણાં સમય સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ગામની સીમમાં આવેલી ચીકુની વાડીમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં યુવતીની લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મરણ પામનાર યુવતીનું સમાજના રીતરીવાજ મુજબ ૧૫ દિવસ અગાઉ સગાઈ થતાં નાખુશ પ્રેમી યુવકે યુવતીને ખેતરે બોલાવી લગ્ન બાબતે બંન્ને વચ્ચે બોલાચાલી થતા પોતાનું માનસિક સંતુલન ગુમાવી સંજય જશવંત ઠાકોરે આવેશમાં આવી પોતાની પાસે રાખેલ ધારીયાથી યુવતીના ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી ઠંડા કલેજે હત્યા કરી હત્યાના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં લાધંણજ પોલીસ પીએસઆઇ એસ.ડી.રાતડા, પીએસઆઇ એચ.એસ.દેસાઈ તેમજ એએસઆઇ હર્ષદ બારોટ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. હત્યા કરવા માટે લીધેલ ધારીયુ પોલીસે કબજે કરેલ હતું. મહેસાણા જીલ્લા પોલીસ અધિકક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ તેમજ ડીવાયએસપી રૂહીબેન પાયલા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં ઝડપથી વધુ તપાસના આદેશ આપ્યા હતાં. મહેસાણા ડીવાએસપી રૂહીબેન પાયલાએ જણાવેલ કે મરણ પામનાર યુવતીની લાશનું અમદાવાદ ખાતે આવેલ બી.જે મેડીકલ કોલેજમાં ફોરેન્સિક એક્સપર્ટની મદદથી પીએમ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત જાણી શકાશે. યુવતીના પિતા અમરતજી ઠાકોરની ફરિયાદના આધારે લાંઘણજ પોલીસે યુવતીના પ્રેમી સંજય વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૨ અને ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સૌથી મોટી વાત એ પણ સામે આવી છે કે, આરોપી સંજય ઠાકોર વિરુદ્ધ ૩ વર્ષ અગાઉ સગીરા સબંધે પોકસોનો ગુન્હો હોઇ ગુનાહિત રેકર્ડ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.
(તસવીર / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

भारी बारिश के चलते बुआई कार्य पर असर

aapnugujarat

મહિલાના એકાઉન્ટ હેક કરી હેકરે ખંડણી માંગતા ચકચાર : સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ

aapnugujarat

વાવાઝોડાની નુકશાની મળતા ખેડૂતમા અન્યાયની લાગણી

editor

Leave a Comment

UA-96247877-1