Aapnu Gujarat
ગુજરાત

કસુંબો ઈ-મેગેજીનનું લોકાર્પણ કરાયું

૨૭-૧૨-૨૦૨૦ને રવિવારના રોજ અમદાવાદના રખિયાલ ખાતે ઈતિહાસ, સાહિત્ય, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, મહાનુભાવો, કલા, આરોગ્ય, વગેરે વિષયને લગતા લેખોને આવરી લેતી, અદ્યતન ડિઝાઈનથી સજ્જ ઈ-મેગેજીન ‘કસુંબો’નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. લોકાર્પણ કાર્યક્રમમાં કસુંબોના તંત્રી મેહુલ વઢવાણા એ કસુંબોમાં આવનાર તમામ કોલમોનો પરિચય આપ્યો હતો. બાદમાં નામાંકિત સાહિત્યકાર નરેશ કે. રાઠોડ દ્વારા મેગેજીન સંચાલન અને તેમાં આવતા લેખો વિષેની સમજ પુરી પાડી હતી. ઈતિહાસકાર કુમારપાળ પરમારે લેખનશૈલી વિશે સમજ પુરી પાડી હતી. બાદમાં મહાનુભાવોના હસ્તે ઈ-મેગેજીન કસુંબોનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં સહ તંત્રી મહેન્દ્ર પ્રજાપતિ, પ્રમોટર પ્રવિણ સોલંકી, વગેરે જેવા મહેમાનોએ હાજરી આપી હતી. કસુંબો ઈ-મેગેજીનમાં કુમારપાળ પરમાર દ્વારા સ્થાપત્યના ખોળે, સાગર ગુઢકા દ્વારા વિજ્ઞાન જગત, તંત્રી દ્વારા પરિવર્તન, નરેશ કે. રાઠોડ દ્વારા દરિયાના મોતી, નિખિલ ત્રિવેદી, ચિરાગ ગુપ્તા અને માનસી ઠકરાર દ્વારા શબ્દોના તોરણ, જ્યોતિ આચાર્ય અને રતિલાલ વિજડા દ્વારા સાહિત્યની રસધાર, નિકેત ભટ્ટ દ્વારા કલ્પનાનિકેતન, રચના મકવાણા દ્વારા કલાકાર, સ્થાસ્થ્ય સેતુ હેમલ ઠાકોર દ્વારા અને સામાન્ય જ્ઞાનને લગતા જ્ઞાન ગંગાની કોલમ કવિ મહેન્દ્ર મકવાણા દ્વારા તૈયાર કરેલી જોવા મળી હતી. કાર્યક્રમમાં દરેક કોલમના પ્રસ્તુતકર્તાઓને નિમણૂંક પત્ર તથા સન્માન પત્રથી સન્માનિત કરાયા હતા તથા ડૉ. સુમનબેન પંડયા, નિલેષ વ્યાસ, પરેશ આસુમ્બિયા, એચ.કે.સર જેવા મહાનુભાવોએ કસુંબોને શુભેચ્છાઓ પાઠવી હતી. કસુંબો ઈ-મેગેજીન જેવા જ્ઞાનપંથનું નિર્માણ કરવા બદલ મેગેજીનના તંત્રીનું સન્માન સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઈ મકવાણા વતી કુમારપાળ પરમાર દ્વારા ડૉ. આંબેડકરઃ લેખકોની કલમે.. પુસ્તકથી કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને હૃદયભેર શાયરીઓ અને કાવ્યોની રમઝટ મહેન્દ્ર મકવાણાએ જમાવી હતી જેનાથી અન્ય કવિઓએ પણ પોતાની રચના કસુંબોના મંચ પર રજૂ કરવાથી કાર્યક્રમ ભવ્ય બનવા પામ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

મુડેટી ગામમાં સ્ટેટ રિસર્વ પોલીસ દ્વારા પર્યાવરણ રક્ષણ હેતુ રેલી યોજાઈ

aapnugujarat

ગુજરાત બનશે ગારમેન્ટ હબ

aapnugujarat

ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ સંદર્ભે જિલ્લાની બેન્કો સાથે બેઠક યોજીને  માર્ગદર્શન પુરૂ પાડતાં  નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1