Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોનાની વેક્સીનને દેશભરમાં ખુણે ખુણે પહોંચાડવા મોદી સરકારનો પ્લાન તૈયાર

કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટેની વેક્સીન બજારમાં આવવાની તૈયારીમાં જ છે. આ સાથે જ દેશભરમાં કોરોના વેક્સીનના ટ્રાંસફોર્ટેશનની તૈયારીઓ પણ હાથ ધરી દેવામાં આવી છે. વેક્સીનને શહેરી વિસ્તારમાંથી દરેક વિસ્તારમાં કોરોના વેક્સીન પહોંચાડવા માટે રેલવેએ પણ તૈયારીઓ આદરી દીધી છે.
રેલવેનું કહેવું છે કે, રોડની સરખામણીમાં ટ્રેન દ્વારા ઝડપથી, મોટા પ્રમાણમાં અને સુરક્ષીત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વેક્સીન પહોંચાડી શકાશે.રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી અહેવાલ સામે આવ્યા છે કે, રેલવેએ આ મામલે સક્ષમ પ્રાધિકારની વાતચીત પણ શરૂ કરી દીધી છે. જોકે હજી સુધી આ બાબતને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમનું કહેવું છે કે, એકવાર વેક્સીનની હેરફેરની જાહેરાત થઈ જાય ત્યાર બાદ તેની ઔપચારીક જાહેરાત કરવામાં આવશે.રેલવે મંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈ પણ વેક્સીનની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી માટે નિશ્ચિત તાપમાન હોવું જરૂરી બની જાય છે. તેના માટે જેટલુ પણ તાપમાન જરૂરી હોય તે પ્રમાણે રેલવેના ડબ્બામાં પણ જરૂરી તાપમાનની વ્યવસ્થા કરી શકાય છે કે કેમ તેના પર ચર્ચા ચાલી રહી છે. એ દિશામાં પણ કામ કરવામાં આવી રહ્યું છે કે, રેફ્રિજરેટેડ વાન કે જે ફળ અને શાકભાજીની હેરફેર માટે બનાવવામાં આવી છે તેમાં પણ વેક્સીન લઈ શકાય કે કેમ?રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ વી કે યાદવે ગત શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તે સંબંધિત અધિકારીઓ અને વિભાગો સાથે કોરોના વેક્સીનના પરિવહનને લઈને વાતચીત કરી રહ્યાં છે. હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. ભારતીય રેલવે પોતાની અનેક મેલ કે એક્સપ્રેસ ટ્રેનોમાં શાકભાજી, ફળો, ડેરી ઉત્પાદનો, માછલી અને માસ જેવા તુરંત ખરાબ થઈ જતી વસ્તુઓની હેરાફેરી માટે અનેક રેફ્રિજરેટિડ વાનનું કામે લગાડી શકે છે. આ માલ સામાનની માફક જ કોરોનાની વેક્સીનને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે.

Related posts

बिहार में बिजली गिरने से १८ की मौत

aapnugujarat

पाक. जैसा पडोशी परमात्मा किसी को न दे : रक्षामंत्री

aapnugujarat

ગઠબંધનની આજે ઘોષણા થઇ શકે : માયા-અખિલેશની બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1