Aapnu Gujarat
રાષ્ટ્રીય

અંબાલામાં હરિયાણાના મુખ્યમંત્રીની ગાડી પર ખેડૂતો તૂટી પડ્યા

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને મંગળવારે ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડ્યો. અંબાલામાં ખેડૂતોએ ખટ્ટરના કાફલા પર હુમલો કરી દીધો.
પ્રદર્શનકારીઓએ મુખ્યમંત્રીના કાફલાની ગાડીઓ પર દંડાઓ વડે હુમલો કર્યો, મુખ્યમંત્રીને કાળા ઝંડા દેખાડ્યા અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા. આ દરમિયાન પોલીસની સાથે થયેલી ધક્કા-મુક્કી દરમિયાન અનેક ખેડૂતોની પાઘડીઓ પડી ગઈ.
ખેડૂતો શાંતિપૂર્વક રીતે કાળા ઝંડાઓ દેખાડી રહ્યાં હતા, પરંતુ પોલીસે મુખ્યમંત્રીના અન્ય રસ્તેથી કાઢવાનો પ્રયાસ કર્યો. જેનાથી ખેડૂતો ભડકી ગયા અને તેઓએ ગાડીઓ પર દંડા મારવાનું શરૂ કરી દીધું. મુખ્યમંત્રી જે ગાડીમાં હતા, તેના પર પણ દંડાઓ માર્યા તો પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો.ખટ્ટર અંબાલામાં નગર નિગમ ચૂંટણીને લઈને બેઠક કરવા આવ્યા હતા. જે બાદ તેઓએ ભાજપના મેયર પદના ઉમેદવાર ડૉ. વંદના શર્માના સમર્થનમાં જનસભા કરવી પડી હતી. પરંતુ, બેઠકમાંથી નીકળતા જ ખેડૂતોએ તેમનો ઘેરાવ કર્યો હતો.

Related posts

राष्ट्रपति चुनाव : सोनिया गांधी की लालू से फोन पर गुफ्तगू

aapnugujarat

डिजिटल ट्रांजैक्शन : मर्चेंट डिस्काउंट रेट केन्द्र चुकाएगा

aapnugujarat

૧૦ કરોડ સુધી રોકાણવાળા સ્ટાર્ટઅપને ટેક્સમાં છુટછાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1