Aapnu Gujarat
Uncategorized

વીરપુરના ખેડુતે તેમના ફુલાવરના પાકમાં રોટાવેટર ફેરવી દીધું

સમગ્ર રાજ્યમાં થોડા દિવસ પહેલા હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કમોસમી વરસાદ તેમજ માવઠાની આગાહી કરી હતી અને તે સમયે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો જેને લઈને યાત્રાધામ વીરપુરમાં પણ કમોસમી માવઠું વરસ્યું હતું જે કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું, ધાણા, કપાસ વગેરે પાકોમાં નુકસાનની ભીતિ સેવાઇ હતી જેને લઇ વીરપુરમાં શાકભાજીના પાકની ખેતી કરતા ખેડૂતોને પણ આ માવઠાની અસર થઈ હતી. વીરપુરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી કોબીજ, ફુલાવરની ખેતી કરતા હરસુખ સાકરીયાએ પોતાના ૨૨ વીઘા જેટલા ખેતરમાં ફુલાવરનો પાક વાવેલો છે આજે તેમણે પોતાના ૮ થી ૧૦ વીઘા જેટલા ફુલાવરના પાક પર રોટાવેટર ફેરવી દીધું હતું.મિડિયા સાથેની વાતચીતમાં ખેડૂત હરસુખભાઈએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા કમોસમી માવઠું પડવાથી માર્કેટમાં ફુલાવરનો ભરાવો થયો હોય અને એક વીઘા જેટલા ખેતરમાં ફુલાવરના પાકનું વાવેતર કરવા માટે અંદાજે ૧૫ હજાર જેટલો ખર્ચ થાય છે અને આજે માર્કેટમાં એક રૂપિયા નજીવા ભાવે પણ કોઈ ફુલાવર ખરીદી કરતું નથી અને માવઠું પડવાથી ફુલાવરનો પાક પણ સડી જવા લાગ્યો હતો માટે તેમને પોતાના જીવની જેમ સાચવીને ઉગાડેલા ફુલાવરના પાક પર આજે રોટાવેટર ફેરવી દીધું હતું, આવી જ રીતે યાત્રાધામ વીરપુરના ઘણાં ખરા ખેડૂતોએ પોતાના પાકો પર રોટાવેટર ફેરવી નુક્સાની સહન માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.


(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

हत्या बाद पिस्तौल इलेक्ट्रिक स्विच बोर्ड के पीछे छिपा देता : सिरियल किलर मोनिश के खुलासे

aapnugujarat

ઓક્ટોબર ૨૦૨૦ પછી સળંગ પાંચ મહિના સુધી GST વસૂલાત ૧ લાખ કરોડથી વધુ

editor

રૂપાણી સરકારની અણઆવડતે ’ગુજરાત આજે રામ ભરોસે જીવી રહ્યું છે : કોંગ્રેસ

editor

Leave a Comment

UA-96247877-1