Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો

ઓઈલ કંપનીઓએ એકવાર ફરીથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. બે અઠવાડિયાની અંદર કંપનીઓએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો કરી નાખ્યો છે. જેનાથી સામાન્ય માણસો માટે રસોડામાં ખાવાનું બનાવવું મોંઘી પડી રહ્યું છે અને ઘરેલુ બજેટ ઉપર પણ તેની અસર પડશે. જો કે હાલ ૮ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર ન થવાના કારણે લોકોને રાહત મળી છે.ઓઈલ કંપનીઓએ મંગળવારે રાંધણ ગેસના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો છે.
૧૫ દિવસમાં આ બીજીવાર ભાવ વધ્યો છે. હવે ડિસેમ્બરમાં આજથી જે લોકો ગેસ બુક કરાવશે તેમણે ૧૦૦ રૂપિયા વધુ આપવા પડશે. આ અગાઉ ૩ ડિસેમ્બરના રોજ ૫૦ રૂપિયાનો વધારો થયો હતો. આ વધારો સબસિડી વગરના ૧૪.૨ કિલોના ઘરેલુ અને ૧૯ કિલોના કમર્શિયલ સિલિન્ડર પર થયો છે.આ વધારા બાદ દિલ્હીમાં સબસિડી વગરના ૧૪.૨ કિલો એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ વધીને ૬૯૪ રૂપિયા થયો છે. પહેલા તેનો ભાવ ૬૪૪ રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૫ જ દિવસમાં આ બીજીવાર વધારો થયો છે. આ ઉપરાંત ૧૯ કિલોગ્રામવાળા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૬ રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા.
આ અગાઉ ઓઈલ કંપનીઓએ ૩ ડિસેમ્બરના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો. આ બાજુ કોલકાતામાં આ સિલિન્ડરના નવા ભાવ ૭૨૦.૫૦ રૂપિયા, મુંબઈમાં ૬૯૪ રૂપિયા અને ચેન્નાઈમાં ૭૧૦ રૂપિયા થયો છે.૧૯ કિલોગ્રામના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૬ રૂપિયાનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં આ સિલિન્ડરના રેટ ૧૩૩૨, કોલકાતામાં ૧૯ કિલો ગ્રેસ સિલિન્ડરનો ભાવ વધીને ૧૩૮૭.૫૦ રૂપિયા, મુંબઈમાં ૧૨૮૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૪૪૬.૫૦ રૂપિયા થયો છે. ૩ ડિસેમ્બરના રોજ ૧૪.૨ કિલોગ્રામવાળા સબસિડી વગરના સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૬૪૪ રૂપિયા થયો હતો. જે પહેલા ૫૯૪ રૂપિયા હતો.
કોલકાતામાં પણ રેટ વધીને ૬૭૦.૫૦ રૂપિયા થયો જે પહેલા ૬૨૦.૫૦ રૂપિયા હતો. મુંબઈમાં આ સબસિડી વગરના સિલિન્ડરનો ભાવ ૫૯૪ રૂપિયાથી વધીને ૬૪૪ રૂપિયા થયો. ચેન્નાઈમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ ૬૧૦ રૂપિયાથી વધીને ૬૬૦ રૂપિયા થયો હતો. કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ૫૬ રૂપિયાનો વધારો કરાયો હતો.

Related posts

એનઆરસી મુદ્દે રાજ્યસભામાં હંગામો

aapnugujarat

અનોખો સંયોગ..જુડવા બહેનોએ જુડવા ભાઈઓને બનાવ્યા જીવનસાથી…!!

aapnugujarat

ऑड-ईवन स्कीम : मैं नहीं मानता कि इसकी जरूरत थी : गडकरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1