Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજ્યો આશ્રયઘરોમાં રહેતાં બાળકોનાં પરિવારોને દર મહિને આપે ૨ હજાર રૂપિયા : સુપ્રિમ

દેશનાં બાળ સંરક્ષણ ગૃહોમાં બાળકોને કોરોનાથી બચાવવાનાં મામલામાં સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટમાં રાજ્ય સરકારોએ માહિતી આપી હતી કે, ૨,૨૭,૫૧૮ બાળકોમાંથી ૧,૪૮,૭૮૮ બાળકોને તેમના પરિવારોની પાસે મોકલી દેવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારોએ બાળકોને યોગ્ય આહાર મળે તે જોવું જોઈએ. તેઓ તેમનો અભ્યાસ પણ ચાલુ રાખી શકે તે માટે પુસ્તકો અને સ્ટેશનરી સહિત જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, બાળકોના પરિવારને દર મહિને રૂ.૨૦૦૦ આપવામાં આવે. આ રકમ બાળકોનાં પરિવારની નાણાકીય સ્થિતીને ધ્યાનમાં રાખીને જીલ્લા બાળ સંરક્ષણગૃહની ભલામણ પર આપવી જોઈએ.કોર્ટે ૨૧ જુલાઈએ કહ્યું હતું કે, શેલ્ટર હોમ્સ ચલાવવા માટે ભંડોળની જરૂર હતી.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં કોર્ટને મદદ કરી રહેલા વકીલ ગૌરવ અગ્રવાલને આદેશ આપ્યો હતો કે, શેલ્ટર હોમ્સના સંચાલન માટે વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવતી સારી બાબતોની નોંધ તૈયાર કરી અને તમામ રાજ્યોને સર્કુલેટ કરે. જેથી એક કોમન ઓર્ડર પસાર કરી શકાય. ત્યારે ગૌરવ અગ્રવાલે કહ્યું હતું કે તમામ રાજ્યોના પ્રશ્નો લગભગ એક જેવા જ છે.૧૧ જૂને ચેન્નાઈના આશ્રયસ્થાનમાં ૩૫ બાળકોના કોરોના પોઝિટિવ મળતાં કોર્ટે જાતે હસ્તક્ષેપ કર્યો હતો. નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે તમિળનાડુ સરકારને જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચિલ્ડ્રન હોમમાં રોગચાળાને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓ વિશે અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી પણ માહિતી માંગી હતી. સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોટ્‌ર્સની જુવેનાઇલ જસ્ટિસ કમિટીનો રિપોર્ટ પણ મંગાવ્યો હતો.

Related posts

ચોકીદાર જે કહે તે કરીને બતાવે છે : નરેન્દ્ર મોદી

aapnugujarat

महाराष्ट्र : मॉब लिंचिंग को रोकने के लिए विधायकों ने कड़ा कानून बनाने की मांग की

aapnugujarat

BSP supremo Mayawati mourns the death of Ram Jethmalani

aapnugujarat

Leave a Comment

UA-96247877-1