Aapnu Gujarat
મનોરંજન

દીપિકા ૨૦૨૧માં છવાયેલી રહેશે

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે અત્યાર સુધીમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું છે. પરંતુ વર્ષ ૨૦૨૦ દીપિકા માટે સારું સાબિત થયું નહીં. ડ્રગ્સના કેસમાં તેના નામ બાદ તેના ઘણા ફેન્સ તેનાથી દૂર જતાં રહ્યા. હવે દીપિકા તેના પ્રશંસકોનું દિલ જીતવા માટે પ્રયાસ કરી રહી છે. દીપિકા પાદુકોણ આવતા વર્ષે એટલે કે ૨૦૨૧માં પાંચ ફિલ્મોમાં જોવા મળશે. દીપિકાને તેની ફિલ્મ્સથી વધારે અપેક્ષાઓ છે.
શકુન બત્રાની ફિલ્મમાં દીપિકા પાદુકોણ સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડેની સાથે જોવા મળશે. શૂટિંગ દરમિયાન બંનેએ એકસાથે ઘણો સમય પસાર કર્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. ફિલ્મ જોવા માટે દર્શકોમાં ભારે ઉત્સાહ છે.
પઠાણમાં દીપિકા બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનની સાથે જોવા મળશે. આ પહેલા ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ બંને એકસાથે જોવા મળ્યા હતા અને દર્શકોએ ફિલ્મમાં તેમની કેમિસ્ટ્રીની પ્રશંસા કરી હતી.નાગ અશ્વિનની ફિલ્મમાં અનેક મોટા કલાકારોને સામેલ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ એક સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મ સાય-ફાઇ પર આધારિત હશે.દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ના પ્રિ-પ્રોડક્શનની પ્રક્રિયામાં વ્યસ્ત છે. ‘ધ ઈન્ટર્ન ‘ની મૂળ ફિલ્મમાં રોબર્ટ ડી નિરો અને એની હેથવે એ અભિનય કર્યો હતો.
મહાભારત આ ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થશે જેમાં દીપિકા દ્રૌપદીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ હાલમાં પ્રિ-પ્રોડક્શન સ્ટેજ પર છે. દ્રોપદીની ભૂમિકામાં દીપિકાને જોવાની પ્રેક્ષકો અત્યંત રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ માટે દીપિકાએ નિર્માતા મધુ મંટેનાની સાથે હાથ મિલાવ્યો છે.

Related posts

अमिताभ बच्चन ने ट्‌वीट कर कहा – प्लीज, रिलीज करें मेरी फिल्म ‘शूबाइट’

aapnugujarat

Sanjay Dutt discharged from hospital

editor

जया के बयान पर कंगना का पलटवार

editor

Leave a Comment

UA-96247877-1