Aapnu Gujarat
રાષ્ટ્રીય

અનોખો સંયોગ..જુડવા બહેનોએ જુડવા ભાઈઓને બનાવ્યા જીવનસાથી…!!

બે જુડવા છોકરીઓને બે જુડવા છોકરાઓ સાથે લગ્ન કરવાની કેટલી સંભાવના હોય છે? જવાબ મળશે- ખુબ જ ઓછી. જો કે, અમેરિકાના ઓહિયોમાં આવું થયું છે. અહી ટિ્‌વન્સ ડેઝ ફેસ્ટિવલમાં બે જુડવા બહેનોએ શનિવારે બે જુડવા ભાઈઓ સાથે લગ્ન કર્યાં. દિલચસ્પ વાત તે છે કે, જે પાદરીઓને તેમના લગ્ન કરાવ્યા તે પણ જુડવા જ હતા. જોકે, આટલા બધા સંયોગ પછી પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે કે આ લગ્ન પ્રાયોજિત તો ન હતા.છોકરીઓના નામ બ્રિટની અને બ્રાયના અને છોકરાઓના નામ જોસ અને જેરેમી છે. આ ચારેય એક વર્ષ પહેલા ટિ્‌વન્સબર્ગ નામની એક જગ્યા પર મળ્યા હતા અને ત્યાંજ તેમના લગ્ન પણ થયા. બ્રાયનાએ પીપલ મેગેજિનને જણાવ્યું કે, બંને બહેનો જુડવા ભાઈઓ સાથે લગ્ન કરવા માંગતી હતી. અમને ખબર હતી કે, આવું થવાની સંભાવના ઘણી ઓછી છે કેમ કે, મને પણ મારા સ્વપ્નનો રાકુમાર જોઈતો હતો અને મારી બહેનને પણ. લગ્નમાં બંને વરરાજા અને કન્યાઓએ પણ કપડા એક જેવા જ પહેર્યા હતા. તેમની વેડિંગ સેરેમનીનું નામ પણ ‘્‌ુૈષ્ઠી ેંર્હ ટ્ઠ ્‌ૈદ્બી’ હતું. સોશિયલ મીડિયા પર જ્યારે આ સમાચાર આવ્યા તો થોડી જ વારમાં વાયરલ થઈ ગયા. કેટલાક લોકોએ ઘણી બધી ખુશી વ્યક્ત કરી. જ્યારે ઘણા એવા લોકો પણ હતા જેમને કહ્યું કે, સમાચારમાં ચમકવા માટે સમજી વિચારીને લગ્ન પ્લાન અનુસાર કરવામાં આવ્યા.

Related posts

रेलवे में वीआईपी कल्चर खत्म : स्टाफ से घरेलु कामकाज नहीं करा सकेंगे अधिकारी

aapnugujarat

वीवीआईपी हेलीकॉप्टर घोटाला मामला : कमलनाथ के भांजे को गिरफ्तारी से सोमवार तक अंतरिम राहत

aapnugujarat

કરણી સેનાને પાકિસ્તાનમાંથી ધમકી, જો પદ્માવતીની રીલીઝ રોકી તો ૧૯૯૩ની જેમ કરીશું બ્લાસ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1