Aapnu Gujarat
બ્લોગ

બેંકોમાં ન્યૂનત્તમ બેલેન્સનું લૂંટવાનુ ચક્કર ખતમ ક્યારે થશે…!!?

બેંક તમામ લોકોની સુવિધા અને સરળતા માટે છે ગામડાઓમાં પણ બેંકોની શાખાઓ કામ કરી રહી છે. સરકાર અને બેંકોએ જેમ-જેમ વિદેશોની નકલ કરવાનું શરુ કર્યું તેમ તેમ ગરીબ ભારતમાં બેંકોની સેવાઓ મોંઘી થઈ તાજેતરમાં એક સમાચાર છપાયા કે ઓછામાં ઓછુ બેલેન્સ ન રાખવા બદલ બેંકોએ ખાતાધારકોથી છેલ્લા ચાર વર્ષમાં ૧૧ હજાર કરોડથી વધુ રકમની વસૂલાત કરી જે દડ રૂપે હતી. એકલી સ્ટેટ બેંકે જ પાંચ હજાર કરોડ વસૂલ્યા આવી રીતે અગાઉ આવુ ન હતુ પણ વિદેશોની નકલ કરી ખાતામાં ાટલી રકમ હોવી જોઈએ અને જે ખાતેદાર એટલી રકમ પોતાના ખાતામાં ન રાખે તો તેનાથી દંડ વસૂલ કરે. પોતાની બેંકોમાં તો ઓછામાં ઓછા ૧૦ હજાર રૂપિયા રાખવા જરૂરી છે તેનાથી ઓછા થઈ જાય તો બેંક દંડ લગાવે છે.
ભારત અને ઈન્ડિયામાં બહુ અંતર છે. ભારતની ૭૦ ટકા વસ્તી પાંચ લાખ ગામોમાં રહે છે ફક્ત ૩૦ ટકા વસ્તી જ શહેરોમાં સમાઈ ગઈ છે. ભારત કોઈ અમેરિકા-કેનેડા કે રશિયા-જર્મનીની જેમ ધનવાન દેશ નથી. ભારતમાં લાખો લોકો એવા પણ છે કે જેમનું કોઈ બેંકમાં ખાતુ નથી. વડાપ્રધાન મોદીએ જનધન યોજના દ્વારા કરોડો એવા લોકોને લાભ આપ્યો. જો કે જનધનમાં ઓછામાં ઓછુ બેલેન્સ જરૂરી નથી. એટલા માટે આવા ખાતા પર કોઈ દંડ નથી લાગતો. પણ સરકારી બેંકોમાં ઓછામાં ઓછા બેલેન્સનો જે નિયમ છે તેમાં ફેરફાર કરવાની બદલાવની જરૂરત છે. આ બેંકોએ ૧૧ હજાર કરોડની રકમ હોઈ પણ બેંક સેવા આપ્યા વગર વસૂલ કરી લીધા. તેમનો વાંક એટલો જ કે તેમના ખાતામાં જરૂરી રકમ ન હતી. શું આ બેંકોની લૂંટફાટ નથી? બેંકોએ કોઈ પણ બેંક સેવા આપ્યા વગર ૧૧ હજાર કરોડની મસ મોટી રકમ કાઢી લીધી. જ્યારે કે નિરવ મોદી,વિજય માલ્યા જેવા ઠગાઈ કરવાવાળા આવી બેંકોને કરોડો-અરબોનો ચૂનો લગાવીને ભારતમાંથી ફરાર થઈ ગયા પણ તેમના પર કોઈ દંડ નહીં લાગ્યો હોય..!!
વધતી મોંઘવારી ઓછા પગારો અને તમામ સરકારી યોજનાઓ માટે બેંક ખાતા જરૂરી હોવાથી લોકો ન ઈચ્છે તો પણ બેંકોમાં ખાતા ખોલાવવા પડે છે. અને ખાતામાં ઓછામાં ઓછી રકમ બનાવી રાખવામાં તેઓ કોઈ કારણે વિવશ બની જાય છે કોઈ હિંમત નથી કરી શકતા કે પછી નિયમોની જાણકારી ન થાય. સરકાર તમામ બેંકોમાં ઓછામાં ઓછી રકમ ફક્ત રૂપિયા ૧૦૦ નક્કી કરે. કેટલીક બેંકોમાં રૂપિયા ૫૦૦ કોઈ બેંકમાં બે હજાર આ રીતે ઓછામાં ઓછુ બેલેન્સની અલગ અલગ રકમના બદલે એક જ સરખુ અને એ પણ ગરીબમાં ગરીબને પણ પોતાના બેંક ખાતામાં ઓછામાં ઓછુ બેંક બેલેન્સ રાખવાની સુવિધા અને સરળતા મળે. બેંક સેવા માટે છે. મેવા મેળવવા માટે કદી પણ નહી. બધી બેંકોમાં બચત કે સેલેરી ખાતામાં મીનીમમ્‌ રકમ રૂપિયા ૧૦૦ હોય તેના માટે અભિયાન પણ થાય. જેથી કરીને દરેક સામાન્ય ખાતેદારના ૧૧ હજાર કરોડ બચે…એક કદમ મીનીમમ બેલેન્સ રૂપિયા ૧૦૦ કી ઔર…!!

Related posts

BEAUTIFUL LINE

aapnugujarat

વિપક્ષી એકતાનો ફૂગ્ગો, ટાંચણીથી દૂર રાખવો રહ્યો

aapnugujarat

મમતા બેનરજીને પણ કહેવું પડે કે ચોલબે ના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1