Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં મુસ્લિમ યુવકે બજરંગ દળના કાર્યકર પર કર્યો હુમલો

જાહેરમાં છોકરીની છેડતી કરતો હોવાનું બહાર આવ્યું““મુકેશગીરીને ચપ્પાના ઘા માર્યા : હુમલાખોર ફરાર““હિંમતનગરથી અમારા સંવાદદાતા દિગેશ કડિયા જણાવે છે કે, હિંમતનગર શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં લઘુમતી સમાજના યુવક નઝર અબ્બાસ સૈયદ જાહેરમાં છોકરીની છેડતી કરતો હતો જેને રોકવા જતાં તેણે બજરંગ દળના કાર્યકર મુકેશગીરીને પીઠની પાછળના ભાગે ચપ્પાના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. મુકેશગીરીને તુરંત જ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, બજરંગ દળના કાર્યકરોએ ચીમકી આપતાં કહ્યું છે કે, જો આ ઘટનામાં ન્યાય નહીં મળે તો અમે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીશું. ઉલ્લેખનીય છે કે, શખ્સને ફરાર થઈ ૨૪ કલાકથી પણ વધુનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ તે પોલીસની પકડથી દૂર છે.
(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

પાવીજેતપુર : સુખી કોલોની પાસે યુવકનું અકસ્માતમાં મોત

editor

અમદાવાદ : પાંચ વર્ષમાં ટીબીથી૨૦૬૮ લોકોના મોત થઇ ચુક્યા છે

aapnugujarat

સુરતમાં નોટબંધી મુદ્દે આમ આદમી પાર્ટીના દેખાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1