Aapnu Gujarat
ગુજરાત

ડભોઇ નગરપાલિકાના સભ્યો દ્વારા ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ યોજાયો

આજરોજ ડભોઇ નગરપાલિકાના બોર્ડનો છેલ્લો દિવસ હોવાથી ડભોઇ નગરપાલિકાના સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે લીલો અને સૂકો કચરો નાંખવા માટે ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ખાસ કરીને ઉપસ્થિત રહ્યાં હતાં. ડભોઇના નાગરિકો સ્વચ્છતા બાબતે જાગૃત થાય તે હેતુથી સૂકો કચરો અને ભીનો કચરો નાંખવા માટે બે અલગ અલગ ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડભોઇના ધારાસભ્ય તેમજ ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અનસોયા વસાવા, ઉપપ્રમુખ અફઝલ કાબાવાલા, કારોબારી ચેરમેન મુકેશ દાલ, તેમજ ૧૩મું – ૧૪મું નાણાપંચના ચેરમેન સોનલ સોલંકી સહિતના સભ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડભોઇ નગરની ત્રણ બેંકોના મેનેજરને ડભોઇ નગરપાલિકા દ્વારા સન્માન પત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.ભારત સરકારની યોજના મુજબ ડભોઇ નગરમાં ફેરી ફરતા ફેરિયાઓ તથા હાથ લારી ચલાવી પોતાનું ગુજરાન ચાલવતા નાના ધંધાદારીઓને ૧૦,૦૦૦ જેટલી રકમની લોન મળી રહે તે માટે ડભોઇની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા તથા યુનિયન બેંક દ્વારા ૫૦૦ અરજી પૈકી ૩૦૦ જેટલા અરજદારોને ૧૦,૦૦૦ની લોન આપી ખુબ જ સરાહનીય કાર્ય કરતા આજરોજ નગરપાલિકાના કાર્યક્રમમાં ત્રણેય બેંકોના મેનેજરોને બોલાવી તેઓને સન્માનપત્ર આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન : પ્રોપર્ટી ટેક્સના બાકીદાર સામે સિલિંગ ઝુંબેશને લઇ દુવિધા

aapnugujarat

મધ્ય ગુજરાતની તમામ બેઠકો ઉપર જીત

aapnugujarat

પંચમહાલ એલસીબીએ ઘરફોડ ઝડપ્યો

editor

Leave a Comment

UA-96247877-1