Aapnu Gujarat
ગુજરાત

ડભોઇનાં ચણવાડા ખાતે આવેલ પ્રેમધારા આશ્રમમાં સંતોની બેઠક યોજાઈ

ડભોઇ તાલુકાના ચણવાડા ગામે જયશ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલિત પ્રેમધારા યોગાશ્રમ ખાતે નુતનવર્ષ નિમિતે સંતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા વર્ષે પ.પૂ.સંત શ્રી મસ્ત દાદુરામ બાપુ દ્વારા લેવાયેલ દૃઢ સંકલ્પને દેશનાં ખૂણે ખૂણે પ્રચાર અને પ્રસાર કરી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા અને અંધશ્રધ્ધાને નાબુદ અર્થે સંતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાપુના ભક્તો તેમજ સંત શ્રી માનસરોવર દાસજી બાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ડભોઇ તાલુકાના ચણવાડા ગામે આવેલ જય શ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલિત પ્રેમધારા યોગાશ્રમ છેલ્લા કેટલાય સમયથી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય કરી રહ્યું છે જેમાં આજના યુવાનો જે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તેમને સાચું માર્ગદર્શન અને દિશા આપવા પ્રચાર કરતાં આવ્યા છે જ્યારે ચાલુ વર્ષે નવા વર્ષના પ્રારંભમાં જ પ.પૂ.મહર્ષિ મસ્ત દાદુરામ બાપુ દ્વારા બે દૃઢ સંકલ્પ લેવામાં આવ્યા છે જેમાં પ્રથમ તો માનવી જે ભારતીય સંસ્કૃતિને ભૂલી ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તેવા યુવાનો અને માનવીઓને પાછા લાવા પ્રયાસ અને બીજામાં આજના દરેક માનવી અંધ્ધશ્રધ્ધા તરફ દોરાઈ રહ્યા છે જે અંધશ્રધ્ધા માનવીના મનમાંથી કાયમ માટે દૂર કરવાના પ્રયાસો સાથે ચણવાડા આશ્રમ ખાતે એક સંત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્દેવેદી, ડભોઈ)

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં : એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું

aapnugujarat

શંકરસિંહે કોંગ્રેસ છોડી તેથી કોંગ્રેસમાં શાંતિ ફેલાઇ : અશોક ગહેલોત

aapnugujarat

પદ્મવાત : શહેરમાં આગચંપી-તોડફોડ કરવા માટે ષડયંત્ર સાણંદમાં રચાયું હતું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1