Aapnu Gujarat
શિક્ષણ

એસવીઆઈટી વાસદ ખાતે એનએસએસના સ્વયંસેવકો દ્વારા સંવિધાન દિવસની ઉજવણી

ભારતનું સંવિધાન ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ તૈયાર થયું હતું અને તે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી લાગુ કરવામાં આવ્યું હતું સંવિધાનના પ્રમુખ ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરજી ની ૧૨૫મી જયંતી વર્ષ ના ભાગરૂપે ૨૬ નવેમ્બર ૧૯૧૫થી સંવિધાન દિવસ ઊજવવામાં આવી રહ્યું છે. સંવિધાન તૈયાર કરવામાં ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસ લાગ્યા હતા. ભારતનો દરેક નાગરિક ભારતના સંવિધાનને સમજે તે હેતુથી આજરોજ એન.એસ.એસ યુનિટ દ્વારા ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ ૧૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.““ડૉ. એ કે અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને ભારતના સંવિધાનની વિગતવાર સમજૂતી આપી હતી. સંવિધાન દ્વારા નક્કી કરવામાં આવેલા નાગરિકોના મૌલિક અધિકાર અને નાગરિકોની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. કાર્યક્રમની અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કાળમાં ભાગ લઇ અનેક પ્રશ્નો જે તેમને મુંઝવતા હતાં તે ડૉ.એ.કે અધિકારીને કર્યા હતા. ડૉ. એ કે અધિકારી દ્વારા તેમની મુંઝવણ દૂર કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

Parents’ Day Programme of DPS Bopal, Preschool“A Voyage –in quest of harmony”

aapnugujarat

કેનેડામાં હવે બોગસ સ્ટુડન્ટ્સને પકડી લેવાશે

aapnugujarat

अमिताभ बच्चन को आई फैंस की याद

editor

Leave a Comment

UA-96247877-1