Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં આરસીસી રોડનું ખાતમુહુર્ત

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રસ્તાના પ્રશ્ને લોકો ખૂબ જ હાડમારી ભોગવી રહ્યા હતા જેમાં શહેરના દરેક રસ્તાઓમાં મોટા મોટા ખાડાઓને લઈ ભારે હાલાકી ભોગવવી પડતી
હતી.
નગરપાલિકા દ્વારા પાંચ વર્ષમાં રોડ-રસ્તા પૂર્ણ કરવાનું જે વચન આપવામાં આવ્યું હતું તેમાં ૮૦૦ જેટલા રોડના કામ પૂર્ણ કરેલા છે જ્યારે આજ રોજ ધોરાજી શહેરના સૌથી પછાત વિસ્તારમાં ૬૦૦ મીટરના રૂપિયા ૨૦ લાખના ખર્ચે આરસીસી રોડનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું તેમજ હજુ પણ શહેરમાં ૮૫૦ જેટલા રોડ-રસ્તાઓનું કામ બાકી હોય જે એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેવી ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ખાતરી આપવામાં આવી હતી. આ ખાત મહુર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત વસોયા, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ઈમ્તિયાઝ પોઠીયા, જગદીશ રખોલિયા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળતા હડકંપ

editor

હળવદ જુથ અથડામણમાં વધુ એક ઘાયલનું મોત નિપજ્યું : સિવિલમાં બંદોબસ્ત ગોઠવાયો

aapnugujarat

ધોલેરા અમદાવાદ જીલ્લા ભાજપ કારોબારી…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1