Aapnu Gujarat
ગુજરાત

ડભોઈના ૮ ગામોમાં નવીન રસ્તા બનાવાશે

માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના ડભોઇ તાલુકાના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નેશનલ હાઇવે નંબર ૮ બામણગામ નાના ફોફળીયા સહિત ડભોઇ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા આઠ ગામોના સાડા ચાર કરોડના ખર્ચે નવીન રોડ રસ્તા બનવાનું ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડભોઇ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઘણાં વર્ષોથી રોડ રસ્તા તદ્દન બિસ્માર હાલતમાં હોવાની વાત કરી હતી ત્યારબાદ ડભોઇ વિધાનસભા મતવિસ્તાર ખાતે આવેલ નેશનલ હાઇવે નંબર ૮ થી બામણગામ તથા નાના ફોફળિયા ગણપતપુરા તેમજ ભાવપુરા રસુલપુરા રોડ અકોટી પારાગામ રોડ પારાગામ ભુમસિયા સોમપુરા રોડ રસુલપુરા કુંવરવાડા રોડ માવલી કુંવરવાડા રોડ તેમજ મોતીપુરાએ રોડ રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે નવીન રોડ બનાવવા માટેનું મંજૂરી રાજ્ય સરકારના નાયબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડભોઇ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆતને ધ્યાનમાં લઇ માર્ગ અને મકાન વિભાગમાં પંચાયત હસ્તકના ડભોઇ તાલુકાના આઠ ગામોના નવીન રોડ બનાવવા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરી ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સમગ્ર મત વિસ્તારમાં નવીન રોડ બનાવવાના હોવાથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.
રિપોર્ટર :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ

Related posts

પોઇચાના નર્મદા કિનારે સ્નાન કરી રહેલા ત્રણ બાળકો તણાયા, બે બાળકોના મોત

aapnugujarat

કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો : પત્રકારો માટે મીડિયા કલબ અને હાઉસિંગની સુવિધાઓ

aapnugujarat

शंकरसिंह वाघेला के नेतृत्ववाले जनविकल्प का ऑल इंडिया हिन्दूस्तान कांग्रेस में गठबंधन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1