Aapnu Gujarat
ગુજરાત

ચાંદોદ ખાતે નાયબ કલેક્ટર શિવાની ગોહિલ દ્વારા બેઠકનું આયોજન

આજરોજ યાત્રાધામ ચાંદોદ ખાતે નાયબ કલેક્ટર શિવાની ગોહિલ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણો અને મંડપના માલિકો સાથે કોવિડ – ૧૯ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાલ ચાલી રહેલા કારતક માસને લઈને હજારો શ્રદ્ધાળુઓ ધાર્મિક વિધિ કરાવવા માટે અહીં આવતા હોય છે. બ્રાહ્મણોએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, માસ્ક ફરજિયાત પહેરવું અને યાત્રાળુઓને પણ પાલન કરાવવું તે અંગે કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ મંડપમાં જઈને વિઝીટ કરવામાં આવી હતી પરંતુ દરેક જગ્યા પર બ્રાહ્મણો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ પૂજા વિધિ થઇ રહી હતી અને પ્રાંત અધિકારી શિવાની ગોહિલે બ્રાહ્મણોને કહ્યું હતું કે, આ જ રીતે આખો મહિનો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખજો અને કોરોના ફેલાય નહીં તેનું પૂરેપૂરું ધ્યાન રાખીશું. આ બેઠકમાં ચાંદોદ પંથકના સમાજના પ્રમુખ દિલીપ જોશી, ધનંજય જોશી, સતીશ જોશી સહિત ગામના બ્રાહ્મણો હાજર રહ્યા હતા અને મામલતદાર જય પટેલ ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી, ચાંદોદ પી.એસ.આઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

મારવાડ-આબૂ રોડ વચ્ચે છ ટ્રેન રદ કરવાનો નિર્ણય

aapnugujarat

सिविल में बच्चों की मौत के बाद प्रदर्शन दौरान पकड़े गये १० को जमानत

aapnugujarat

કાંકરેજ તાલુકા કોંગ્રેસ દ્વારા થરા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1