Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન સૌરાષ્ટ્ર યુથ વિંગ કન્વેન્શન યોજાયું

આજ રોજ ધોરાજી ખાતે વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન યુથ વિંગ કન્વેનશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈથી ખાસ પધારેલા વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશનના ચેરમેન જનાબ હાજી અહેસાનભાઈ, હાજી અમીનભાઈ ગાડાવાલા હાજર રહ્યાં હતાં અને તેઓએ વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશનની વર્તમાન કામગીરી અને ભવિષ્યની યોજનાઓ વિશે સમગ્ર માહિતી આપી હતી. આ પ્રસંગે ધોરાજીના મેમણ સમાજના અનેક અગ્રણીઓ અને બહારગામથી પધારેલા વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશનના અનેક ગામના સીટી ચેરમેન હાજર રહ્યા હતા. આ કાર્યકમને સફળ બનાવવા માટે ધોરાજી ખાતે વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન સીટી ચેરમેન હાજી મુસ્તાક વાધરીયા અને વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન યુથ વિંગના પ્રમુખ નૌશાદ ગોડીલ, સેક્રેટરી મહેમુદ ઝૂણઝૂણીયા અને અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યકમનું સંચાલન વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન યુથ વિંગ ધોરાજીના એડવાઇઝર ઇકરામ વાધરીયાએ કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

‘If any Congress MLA expresses unhappiness publicly, party will take action against them without any hesitation’ : Venugopal

aapnugujarat

દીવ નગરપાલિકાની ૧૩ બેઠકો પૈકીની ૧૦ પર કોંગ્રેસનો વિજય

aapnugujarat

દેશ અને ગુજરાત વિકાસની તરફ વધી રહ્યું છે ત્યારે હજી અમુક ગામોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

editor

Leave a Comment

UA-96247877-1