Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં તહેવારોને લઈને એકસ્ટ્રા બસ શરૂ કરાઈ

ધોરાજી પંથકમાં ખેતીવાડીમાં ગુજરાત સહિતના કામકાજ કરતા મજૂરો દિવાળી તહેવારો અનુલક્ષીને વતન જઈ શકે તે માટે એસ.ટી. તંત્ર વાહનો દ્વારા એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. દિવાળી પર્વના અનુસંધાને ધોરાજી પંથકના ખેત મજૂરો પોતાના વતન તરફ જઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક ધોરાજી બસ ડેપો ખાતે જોવા મળી રહ્યો છે. ધોરાજી એસટી ડેપોના અધિકારી વનરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દિવાળી કરવા ખેત મજુર દાહોદ, ગોધરા, ઝઘડીયા સહિત પોતાના વતન જઈ રહ્યાં છે ત્યારે ધોરાજી ડેપો દ્વારા મુસાફરોની સગવડ માટે વિશેષ બસો શરૂ કરવામાં આવી છે, સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે તે પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મજૂર કામદારો માટે જ્યાં સુધી ટ્રાફિક રહેશે ત્યાં સુધી આ એકસ્ટ્રા બસનું સંચાલન ચાલુ રાખવામાં આવશે. ગુજરાતમાંથી એક માત્ર સૌંદર્ય દર્શન માટે લાભ આપતી ધોરાજી કનકાઈ બસ પણ શરૂ કરવામાં આવી છે જ્યારે ધોરાજી તેમજ તેમના જૂના નિતી નિયમ મુજબ રોજ સવારે ધોરાજીથી ૮ઃ૩૦ વાગે સવારે ઉપડે છે જેની જાહેર જનતાએ નોંધ લેવી અને આ સુંદર દર્શનેનો સૌ લોકો લાભ લે એવું એસટી ડેપો મેનેજરે ઠુમરે જણાવ્યું છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

ભાવનગરમાં રખડતા ખુટીયાયે યુવાનનો ભોગ લીધો

editor

જિલ્લા પ્રશાસન દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી

aapnugujarat

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ રાજ્યમાં સૌપ્રથમ ભાવનગર ખાતે નોંધાઈ એકસાથે ત્રણ ફરિયાદો

editor

Leave a Comment

UA-96247877-1