Aapnu Gujarat
બ્લોગ

મન અપ્રતિરથ

વહ બચ્ચે , માતાજી કા ફોટો રખને કે લિયે પ્લાયવુડ કા પાટિયા લેને આયે થે તો મેંને દે દિયા હૈં ! “જેવો હું ફ્લેટમાં દાખલ થયો કે ફર્નીચરનું કામ કરતા મિસ્ત્રી ભાઇએ મને કહ્યું !“ મેં કહ્યું બહોત અચ્છા કિયા !“અને મન ફરી ભૂતકાળમાં સરી પડ્યું “કેમ ન સરી પડે ? કારણ પણ હતું .“ખબર જ ન પડી ક્યારે ફ્લેટની સ્કીમમાં બાળકોએ ભેગા થઇને નવરાત્રીનું પર્વ ઉજવવાનું નક્કી કર્યું , અને સ્કીમની વચ્ચે આવેલા બગીચામાં બનેલા ગઝેબોને સુંદર રીતે શણગારથી સજાવી નવરાત્રીનો તહેવાર એટલે માં શક્તિની આરાધના કરવાનો તહેવાર અને આ શક્તિની આરાધના ભક્તિ સાથે રમતા રમતા કેવી રીતે કરી શકાય તેની શીખ સર્વને આપી દીધી .““વર્ષો પહેલા અમારી ગેંગ (જોકે અત્યારે અહીં સ્કીમના વડીલોએ તેને બહું સરસ નામ આપી દીધું છે પરિસર યંગ ટીમ) આ જ રીતે ઉત્સાહથી દરેક તહેવાર ઉજવતી હતી .“અલગ અલગ ટીમ બનાવી દેવાની“એક ટીમ ફાળો એટલે પૈસા ઉઘરાવીને તેનો હિસાબ રાખે , એક ડેકોરેશનના સામાનની ખરીદી કરે, એક ટીમ માટી ખોદી પાણી લાવી તેનો ગબ્બર બનાવે ,“અને એકની સાથે એક ફ્રી ની જેમ એની સાથે લડાઇ ,ઝગડા ફ્રી ફ્રી ફ્રી !“પણ લડી ઝગડીને પણ પળમાં બધા ભેગા ના ભેગા !“ઓહ ! કેટલું બધું કામ ! “સ્કુલ હોમવર્ક કશું જ યાદ ન આવે બસ એક તલ્લીનતા , નિષ્ઠા માટીના બનેલા આ દેહને માટીમાં રગદોળી સુંદર રીતે કલ્પના પ્રમાણે ડેકોરેશનના સામાનથી શણગારી, સજાવી સૌથી ઉંચો ગબ્બર કેવી રીતે બનાવવો ?“બસ એક જ લક્ષ અર્જુનના પક્ષીની આંખ વિંધવાના લક્ષાંકની જેમ !““કદાચ આજે જો કોઇ બાળકોનું હોબી સેન્ટર આ એક્ટીવીટી કરાવે તો દરેક બાળક પાસે પ૦૦૦ ? ફી અને ૧પ દિવસનું વર્કશોપ રાખે .“પરંતુ બીજી પણ એક વાત વિચારવા જેવી છે ,“મને એ પણ યાદ આવે છે કે નાના હતા ત્યારે આપણે કેટલા સરળતાથી ભેગા થઇ શકતા હતા,“કોણ કોને પહેલા બોલાવે ? “એવું કોઇ ઇગો , અહમ , અહંકાર , અભિમાન નહીં પરંતુ હવે આપણે મોટા થઇ ગયા ,“મેચ્યોર થઇ ગયા !“પરિપક્વતા , મેચ્યોરીટી “એટલે શું ?“હમણાં વોટ્‌સેપ યુનિવર્સિટી પર એક ગ્રુપમાં એક સરસ વાક્ય વાંચવામાં આવ્યું !“મનના કોઈક ખુણે કોઈ વિશે પડેલી કડવાશને ક્વોરન્ટાઈન કરીએ,“શું ખબર, કોઈ સંબંધ વેન્ટિલેટર પર જતા અટકી જાય…“આ કડવાશને દૂર કરવી એટલે શું ?“આમ જોવા જઇએ તો અંધકાર એટલે શું ?“પ્રકાશની ગેરહાજરી !“
પ્રકાશની હાજરીથી અંધકાર આપોઆપ દૂર થઇ જાય.“એમ જો મનમાં મીઠાશ આવે તો કડવાશ પણ આપોઆપ દૂર થઇ જાય“અને આ મિઠાસ એટલે “પિતા સાથે રોટલો“અને પુત્ર સાથે પિત્ઝા ખાવાની ક્ષમતા !“રોટલાને ભૂલ્યા વગર પિત્ઝાને સ્વીકારવાની તૈયારી “માતા સાથે મંદીર“અને પત્ની સાથે પિચ્ચર “વડીલો સાથે રામાયણ,મહાભારત “યુવાનો સાથે ટર્મીનેટર સિરીઝ , ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ અને બાળકો સાથે મીક્કી ડોનાલ્ડ થી લઇ સિંગચેન સુધીની ચર્ચા કરવાની તાકાત !“એક સરસ વાક્ય વાંચવામાં આવ્યું હતું !“ગરબા હોય કે જિંદગી“ક્યારે પગલું આગળ ભરવું ને ક્યારે પગલું પાછળ ભરવું જેને એ આવડીજાય એ જ સાચો ખેલૈયો……..“ટૂંકમા કહીએ તો જીંદગીના રસ્તા પર વળાંક આવે ત્યારે વળવાની સમજ ,સમયની સાથે બદલાવવાની “અને બદલાતા સમય સંજોગોને સમજી પરિસ્થિતિ સાથે એકરુપતા, તાદામ્યતાનો કેળવવા ની તૈયારી .““પરિપક્વતા એટલે “સરળ , નિખાલસ , સ્પષ્ટ વક્તા “પરિશ્રમી , પ્રેમાળ , પ્રેરણા રુપ “સર્વને સાથે લઇને ચાલનાર“અડગ, નિડર વ્યક્તિત્વનું નિર્માણ કરવું .“સામેવાળાને સમજવાની ક્ષમતા વધારવી.દરેકના મંતવ્યને માન આપવું .“જવાદો ની ભાવના !“પ્રભુ પર વધુ વિશ્વાસ ,“અનકંન્ડીશ્નલ ,બીનશરતી પ્રેમ !“કોઈની ભૂલને ભૂલવાની તૈયારી ““હું જ સાચો છું “નહીં પરંતુ અન્ય વ્યક્તિ પણ સાચી હોઇ શકે , તેનો સાહજિકતાથી સ્વીકાર !““આમતો આ બધા સહજ માનવીય ગુણો નથી ?“પરંતુ જો એનો વિકાસ કરવો હોય તો દશાનન દશ માથાનો વધ ન કરવો પડે ?“રાવણના દસ માથા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, ગૌરવ, ઈર્ષા, મન, જ્ઞાન, ચિત, અહંકાર. ૧૦ નકારાત્મક પ્રવૃત્તિઓ !“તો આ દશેરાના પાવન પર્વે આપણને આપણી અંદરના દશાનનનો વધ કરવાની શક્તિ અને પ્રરણા મળે તેવી શુભકામના પ્રભુને પ્રાર્થના !“બાકી મનના વિચારોનો તો અંત નથી !“એટલે જ તો કહ્યું છે ને !“મન અપ્રતિરથ !“

આલેખન :- હિરેન શાસ્ત્રી
વિકાસ અધિકારી, એલઆઇસી ઓફ ઇન્ડિયા, ગાંધીનગર.

Related posts

हिंदुत्वावादी दिखने का शौक ?

aapnugujarat

ભગવાન જગન્નાથની રથયાત્રા : રથયાત્રા – અનેરી મહા ભાવનાનું મહાપર્વ

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1