Aapnu Gujarat
રમતગમત

કે એલ રાહુલે બોલર શમીની બોલિંગના કર્યા વખાણ

કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલનું કહેવું છે કે, મુંબઈ ઈન્ડિયન્સની સામે રોમાંચક મુકાબલામાં ફક્ત પાંચ રનનો બચાવ કરવા દરમિયાન બોલર મોહમ્મદ શમી સુપર ઓવરમાં છ યોર્કર ફેંકવા ઈચ્છતો હતો. ૨૦ ઓવરો બાદ મેચ ટાઈ રહી હતી. પંજાબની ટીમ પહેલી સુપર ઓવરમાં ફક્ત પાંચ રન બનાવી શકી હતી. જો કે, શમીની શાનદાર બોલિંગને કારણે મુંબઈ પણ પાંચ જ રન બનાવી શકી હતી અને આમ પહેલી સુપર ઓવર ટાઈ રહી હતી. કિંગ્સ ઈલેવન પંજાબે બીજી સુપર ઓવરમાં જીત મેળવી હતી.
રાહુલે મેચ બાદ કહ્યું કે, તમે ક્યારેય પણ સુપર ઓવર માટે તૈયારી કરી શકતા નથી. કોઈ ટીમ આમ કરી શકતી નથી. એટલા માટે તમારે બોલર પર ભરોસો રાખવો પડે છે. તમે બોલર પર ભરોસો કરો છો અને આશા રાખો છો કે તે પોતાની પ્રવૃતિ અનુસાર બોલિંગ કરશે. રાહુલે કહ્યું કે, શમી છ યોર્કર ફેંકવા ઈચ્છતો હતો. તેણે શાનદાર કામ કર્યું અને પ્રત્યેક મેચની સાથે વધારે સારો થતો જઈ રહ્યો છે.
એ ખુબ જ જરૂરી છે કે, સીનિયર ખેલાડી મેચ ટીમને મેચ જીતાડે. આ ઉપરાંત રાહુલે કહ્યું કે, આ પહેલીવાર નથી થયું, પણ અમે સુપર ઓવરમાં જીતને આદન બનાવવા માગતા નથી. અને હંમેશા એવું નથી થતું જેવું તમે વિચારો છો અને એટલે તમને ખબર નથી રહેતી કે સંતુલિત કેવી રીતે રહેવાનું છે. આ ઉપરાંત રાહુલે કહ્યું કે, હું ક્રિસ ગેઈલ અને નિકોલસ પૂરનને જાણું છું. હું વિશ્વાસ કરુ ચું કે તે સ્પિનરોની સામે રન બનાવશે. ક્રિસના આવવાથી બેટ્‌સમેન તરીકે મારૂં કામ ઘણું સરળ થઈ ગયું છે.

Related posts

ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસથી PCBને થઇ રેકોર્ડબ્રેક કમાણી : Ramiz Raja

aapnugujarat

Sunny became brand ambassador of Delhi Bulls

aapnugujarat

मामूली बदलावों के साथ BCCI संविधान को सुप्रीम ने दी मान्यता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1