Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસથી PCBને થઇ રેકોર્ડબ્રેક કમાણી : Ramiz Raja

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે લગભગ 24 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાનનો પ્રવાસ કર્યો. બંને ટીમો વચ્ચે ટેસ્ટ, વનડે અને ટી-20 સિરીઝમાં જબરદસ્ત જંગ જોવા મળી રહ્યો છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દાવો કર્યો છે કે તેમણે આ પ્રવાસમાંથી રેકોર્ડ બ્રેક કમાણી કરી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાના જણાવ્યા અનુસાર બોર્ડે ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન સિરીઝમાંથી બે અબજ પાકિસ્તાની રૂપિયાની કમાણી કરી છે. રમીઝ રાજાનું કહેવું છે કે પાકિસ્તાન ક્રિકેટ માટે આ એક સારા સમાચાર છે. પીસીબીના અધ્યક્ષનું કહેવું છે કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતને હરાવવું અમારા માટે ગેમ ચેન્જિંગ હતું.
ઓસ્ટ્રેલિયાએ આ પ્રવાસમાં ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને એક ટી20 મેચ રમી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ અને ટી20 સિરીઝ જીતી હતી. જ્યારે પાકિસ્તાને ODI સિરીઝ પર કબજો કર્યો હતો.
રમીઝ રાજાના કહેવા પ્રમાણે, આ પ્રવાસમાંથી અમે જે પણ કમાણી કરી છે તેનો ઉપયોગ તાલીમ, ગ્રાઉન્ડ સ્ટાફ અને યુવા ક્રિકેટરોના કોચિંગ માટે કરવામાં આવશે. પીસીબીના અધ્યક્ષે કહ્યું કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતને હરાવવું અમારા માટે ગેમ ચેન્જિંગ સાબિત થયું.
રમીઝ રાજાએ કહ્યું કે જ્યારે પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું ત્યારે તેને PSLમાં ઘણો ફાયદો થયો. કારણ કે આ પછી કોમર્શિયલના દર વધ્યા અને તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ પછી તરત જ ઓસ્ટ્રેલિયન ટીમ આવી અને આ પ્રવાસમાંથી લગભગ બે અબજ રૂપિયાની કમાણી થઈ રહી છે.
જો કે, રમીઝ રાજાએ સ્વીકાર્યું કે ભલે કમાણી વધી હોય, પરંતુ સુવિધાની દૃષ્ટિએ પાકિસ્તાન ક્રિકેટ હજુ પણ નબળું છે. અમે હવે ધીમે ધીમે આ તરફ પગલાં લઈ રહ્યા છીએ, જેથી પાકિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય સુધરે.

Related posts

स्मिथ की जटिल तकनीक लेकिन व्यवस्थित सोच हैं : सचिन

aapnugujarat

પંત પાસે ‘ફિનિશર’ તરીકે મેચો જીતાડી આપવાની આવડત : પોન્ટિંગ

aapnugujarat

ઓરિજનલ કેપ્ટન કૂલ તો કપિલ દેવ : ગાવસ્કર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1