Aapnu Gujarat
બિઝનેસ

ડિજિટલ પેમેન્ટમાં વધારો નોંધાયો : આરબીઆઇ

રિઝર્વ બેંકની કેશલેસ અને ઓછી રોકડના વપરાશવાળા અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના પ્રયત્નના પરિણામે પાછલાા પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટમાં ધરખમ વધારો નોંધાયો છે.
રિઝર્વ બેંકે જાહેર કરેલા આકડાં પ્રમાણે ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ વચ્ચે ડિજિટલ પેમેન્ટમાં ૫૫.૧ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો નોંધાયો હતો અને માર્ચ ૨૦૧૬ના ૫૯૩.૬૧ કરોડથી વધીને માર્ચ ૨૦૨૦માં ૩૪૩૪.૫૬ કરોડ થયો હતો. આ સમયગાળામાં રૂ. ૯૨૦.૩૮ લાખ કરોડથી મૂલ્ય પ્રમાણે વધીને રૂ. ૧૬૨૩.૦૫ લાખ કરોડ થયો હતો, જે વાર્ષિક ૧૫.૨ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યો હતો. વાર્ષિક હિસાબે ૨૦૧૬-૧૭માં ડિજિટલ પેમેન્ટ ૫૯૩.૬૧ કરોડથી વધીને ૯૬૯.૧૨ કરોડ વધીને રૂ. ૧૧૨૦.૯૯ લાખ કરોડ થયું હતું.
એ જ રીતે ૨૦૧૭-૧૮માં ડિજિટલ પેમેન્ટ વધીને ૧૪૫૯.૦૧ કરોડ વધીને રૂ. ૧૩૬૯.૮૬ લાખ કરોડ થયું હતું. ૨૦૧૮-૧૯માં ડિજિટલ પેમેન્ટ વધીને ૨૩૪૩.૪૦ કરોડ વધીને રૂ. ૧૬૩૮.૫૨ લાખ કરોડ થયું હતું.
જોકે, નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ગત વર્ષ કરતાં ધરખમ વધારો થઇને ૩૪૩૪.૫૬ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, પણ મૂલ્ય ઘટીને રૂ. ૧૬૨૩.૦૫ લાખ કરોડ થયું હતું. આ વર્ષે કોરોનાના રોગચાળા અને વ્યાપકસ્તરે કરવામાં આવેલા લૉકડાઉનને કારણે ડિજિટલ પેમેન્ટમાં હજુ અનેકગણો વધારો થવાનો અને મૂલ્યમાં પણ ઘટાડો થવાનો અંદાજ રિઝર્વ બેંકે જાહેર કર્યો છે.

Related posts

सेबी की नई व्यवस्था

aapnugujarat

૨૦૧૮-૧૯માં ભારતનો વિકાસ દર દુનિયામાં સૌથી વધારે રહેશે : વર્લ્ડ બેંક

aapnugujarat

વધી રહી છે ભારતીયોની સંપત્તિ ૨.૪૫ લાખ લોકો કરોડપતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1