Aapnu Gujarat
ગુજરાત

રાહુલ ગાંધી-ફારુક અબ્દુલ્લા એક સિક્કાની બે બાજુ : ભાજપ

નેશનલ કોન્પરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા તરફથી આર્ટિકલ ૩૭૦ અને ચીનને લઈને આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને સોમવારે ભાજપે ફારૂક અબ્દુલ્લાના નિવેદનને દેશદ્રોહી ગણાવી દીધું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યુ કે, ફારૂક અબ્દુલ્લાએ પોતાના ઇન્ટરવ્યૂમાં ચીનની વિસ્તારવાદી માનસિકતાને ન્યાયી ગણાવી છે. એવું નથી કે માત્ર ફારૂક અબ્દુલ્લા આવુ કહે છે. જો તમે ઈતિહાસમાં જશો તો અને રાહુલ ગાંધીના હાલના નિવેદનને સાંભળશો તો તમે જોશે કે બંન્ને એક સિક્કાની બે સપાટી છે.
પાત્રાએ કહ્યુ કે, આ તે રાહુલ ગાંધી છે જેમણે એક સપ્તાહ પહેલા કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી કાયર છે, પ્રધાનમંત્રી છુપાયેલા છે, ડરેલા છે. હકીકતમાં પાકિસ્તાન અને ચીનને લઈને જે પ્રકારનું નરમાઈ અને ભારતને લઈને જે પ્રકારની બેશર્મી તેના મનમાં છે, આ વાતો પોતાનામાં ઘણા સારા સવાલ ઉભા કરે છે. બીજા દેશોની પ્રશંસા અને પોતાના દેશ, પ્રધાનમંત્રી અને આર્મી માટે આ પ્રકારના વચન ક્યાં સુધી યોગ્ય છે, તે બધુ તમે જાણો છો. દેશની સંપ્રભુતા પર સવાલ ઉઠાવવો, દેશની સ્વતંત્રતા પર પ્રશ્નચિન્હ ઉભા કરવા શું એક સાસંદને શોભા આપે છે?
હકીકતમાં ફારૂક અબ્દુલ્લાએ આર્ટિકલ ૩૭૦ના મુદ્દે નિવેદન આપ્યુ કે, ચીને કલમ ૩૭૦ હટાવવાનો વિરોધ કર્યો છે. તો સંબિત પાત્રાએ ફારૂક અબ્દુલ્લા પર આરોપ લગાવ્યો કે ફારૂક અબ્દુલ્લા આર્ટિકલ ૩૭૦ ફરી સ્થાપિત કરવા માટે ચીનની મદદ લેશે. તેમણે ફારૂક અબ્દુલ્લાને દેશદ્રોહી ગણાવી દીધા છે.

Related posts

થૂવાવીના બે વિદ્યાર્થીએ ઓનલાઈન પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

editor

આચારસંહિતા ભંગ માટે ફરિયાદ એપથી થઇ શકશે

aapnugujarat

વિરમગામના હાથી તલાવડી વિસ્તારમાં મહર્ષિ વાલ્મીકિ ભગવાન જયંતિની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1