Aapnu Gujarat
બિઝનેસ

વધી રહી છે ભારતીયોની સંપત્તિ ૨.૪૫ લાખ લોકો કરોડપતિ

ભારતની કુલ ઘરેલુ સંપત્તિ પાંચ ટ્રિલિયન અમેરિકી ડોલર(૩.૨૬,૯૮૭ અબજ રૂપિયા) થઇ ગઇ છે અને અહીં ૨.૪૫ લાખ લોકો કરોડપતિ છે. એક તાજા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ૨૦૨૨ સુધીમાં દેશમાં અતિ ધનવાન લોકોની સંખ્યા ૩.૭૨ લાખ થવાની સંભાવના સેવાઇ રહી છે, જયારે કુલ ઘરેલુ સંપત્તિ ૭.૫  ટકા પ્રતિવર્ષ વધવાની સાથે ૭.૧ ટ્રિલિયન ડોલર(૪,૬૪,૩૨૨ અબજ રૂપિયા) થઇ જશે. ક્રેડિટ સ્વીસ ગ્લોબલ વેલ્થ રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૦૦થી ભારતમાં લોકોની સંપત્તિ દર વર્ષે ૯.૯ ટકાના દરે વધી છે, જૈ વૈશ્વિક ટકાવારી કરતાં વધુ છે. ભારતીયોની સંપત્તિમાં ૪૫૧ અબજ ડોલરની વૃદ્ધિ થઇ છે અને સર્વાધિક ધન હાંસલ કરવાના મામલે ભારતનું સ્થાન હવે આઠમું થઇ ગયું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, એક તરફ ભારતમાં ધન-દૌલતમાં ઝડપથી વૃદ્ધિ થઇ રહી છે, પરંતુ તેમાં દરેક વ્યકિત સામેલ નથી. અહીં હજુ પણ ઘણી ગરીબી છે. જે આ તથ્ય પરથી જાહેર થાય છે કે, ૯૨ ટકા વયસ્ક જનસંખ્યા પાસે ૧૦ હજાર ડોલર(૬૫૩૯૭૫ રૂપિયા)થી પણ ઓછી સંપત્તિ છે. બીજીબાજુ, માત્ર ૦.૫ ટકા લોકો પાસે એક લાખ ડોલર(૬૫૩૯૭૫૦ રૂપિયા)થી વધુની સંપત્તિ છે. જો કે, ભારતની વિશાળ જનસંખ્યાના કારણે ૪૨લાખ લોકોમાં પરિવર્તિત થઇ જાય છે. ભારતમાં ૩.૪૦ લાખ લોકો એવા છે કે, જેઓ દુનિયામાં સૌથી ધનવાન એક ટકા લોકોની યાદીમાં આવી ગયા છે. રિપોર્ટ મુજબ, ૧,૮૨૦ ભારતીયો પાસે પાંચ કરોડ ડોલરથી વધુની સંપત્તિ છે. તો, ૭૬૦ લોકો ૧૦ કરોડ ડોલર સંપત્તિના માલિક બન્યા છે.

Related posts

કસ્ટમ ડ્યુટી વધી જતા ટીવી, મોબાઇલ મોંઘા

aapnugujarat

IIP, ફુગાવાના આંકડા સહિતના પરિબળની બજાર પર અસર થશે

aapnugujarat

कृष्णमूर्ति अरविंद नियुक्त होंगे नए मुख्य आर्थिक सलाहकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1