Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

IIP, ફુગાવાના આંકડા સહિતના પરિબળની બજાર પર અસર થશે

દલાલસ્ટ્રીટમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની સીધી અસર રહેશે. આઈઆઈપીના આંકડા, ફુગાવાના આંકડા, વૈશ્વિક ઘટનાક્રમ જેવા પરિબળોની સીધી અસર બજાર ઉપર રહેનાર છે. છેલ્લા પાંચ કારોબારી સેશનમાં બે ટકાથીથી વધુનો ઘટાડો સેંસેક્સ અને નિફ્ટીમાં નોંધાઈ ગયા બાદ આવતીકાલથી શરૂ થતાં નવા સત્રમાં પણ વેચવાલી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. બેંકિંગ શેરોમાં તીવ્ર વેચવાલી, માર્કેટમાંથી નાણા પરત ખેંચવાની એફઆઈઆઈની હિલચાલ અને વૈશ્વિક મંદી વચ્ચે નવા સત્રમાં રોકાણ કરવાને લઇને કારોબારી ખચકાટ અનુભવ કરી રહ્યા છે. શુક્રવારના દિવસે સેંસેક્સ ૪૪ પોઇન્ટ ઘટીને ૩૩૩૦૭ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૬ પોઇન્ટ ઘટીને ૧૦૨૨૭ની નીચી સપાટીએ રહ્યો હતો. ફેબ્રુઆરી મહિના માટે જાન્યુઆરી અને ફુગાવાના આંકડા સોમવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડા એક વર્ષ અગાઉના આ મહિનામાં ૨.૪ ટકા સામે ૭.૧ ટકા રહેતા આશા જાગી છે. બીજી બાજુ સીપીઆઈ અથવા તો રિટેલ ફુગાવો જાન્યુઆરી ૨૦૧૮માં ૫.૦૭ ટકા રહ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૭માં આ આંકડો ૫.૨૧ ટકા રહ્યો હતો. આવી જ રીતે ફેબ્રુઆરી ૨૦૧૮ માટે ડબલ્યુપીઆઈનો આંકડો બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. રિટેલ ફુગાવાનો આંકડો જારી કરવામાં આવ્યા બાદ તેને લઇને પણ શેરબજાર ઉપર અસર થઇ શકે છે. ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. મૂડીરોકાણકારો શનિવારના દિવસે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયને ધ્યાનમાં લઇને આગળ વધી શકે છે. કાઉન્સિલની બેઠકમાં વધુ સરળ પ્રક્રિયા સાથે આગળ આવવામાં સફળતા મળી ન હતી. આ નિર્ણય આગામી બેઠક ઉપર મોકૂફ કરી દેવામાં આવ્યો છે. સરળ જીએસટી અંગે કોઇ નિર્ણય થયો ન હતો. જો કે, ઇ-વે બિલને પહેલી એપ્રિલના દિવસે અમલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમેરિકી અર્થતંત્રમાં ફેબ્રુઆરી મહિનામાં તેજી રહી છે. ૩૧૩૦૦૦ નોકરીના આંકડા ઉમેરાઈ ગયા છે. બેંક ઓફ જાપાનની બેઠક મંગળવારના દિવસે યોજાનારી છે. છેલ્લી મિટિંગમાં રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. રૂપિયાની ચાલ, ક્રુડ ઓઇલની કિંમતોના આધાર પર નિર્ણય લેવામાં આવશે. મળેલી માહિતી મુજબ નિફ્ટીમાં વધુ ઘટાડો થવાના સંકેત છે. આઈડીએફસી બેંક, કેપિટલ ફર્સ્ટના શેરમાં તેજી રહી શકે છે. કારણ કે, સીસીઆઈ દ્વારા બંને કંપનીઓ વચ્ચે મર્જરને લીલીઝંડી આપી દીધી છે. આ સમજૂતિ હેઠળ આઈડીએફસી બેંક કેપિટલ ફર્સ્ટના દરેક ૧૦ શેર માટે ૧૩૯ શેર ઇશ્યુ કરશે. બીજી બાજુ ટેલિકોમની મહાકાય કંપની ભારતી એરટેલ પણ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર મારફતે ૩૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે જેથી ટેલિકોમ શેરોમાં તેજી રહી શકે છે.

Related posts

पिछले ३ वर्ष में महंगाई में बड़ी कमी : जेटली का दावा

aapnugujarat

नहीं दिया पत्नी की मौत का क्लेम, अब LIC देगी 4 लाख रुपए मुआवजा

aapnugujarat

મોદી ફરી પીએમ બને તેવી ૭૨ ટકા લોકોની ઈચ્છા : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1