Aapnu Gujarat
બિઝનેસ

ચાર નવા આઈપીઓને લઇને કારોબારી ઉત્સુક

દલાલ સ્ટ્રીટમાં આ સપ્તાહમાં ચાર આઈપીઓ પ્રવેશ કરનાર છે. આઈપીઓને લઇને કારોબારીઓ ખુબ જ આશાવાદી દેખાઈ રહ્યા છે અને આ આઈપીઓમાં નાણા રોકવા માટે કારોબારી સજ્જ છે. ડિફેન્સ સાધનો બનાવતી કંપની ભારત ડાયનામિક્સ (બીડીએલ) દ્વારા ૯૬૦ કરોડ રૂપિયા ઉભા કરવા માટે ૧૩મી માર્ચના દિવસે આઈપીઓ લાવવામાં આવનાર છે. આ ઇશ્યુની પ્રાઇઝબેન્ડ પ્રતિશેર ૪૧૩ રૂપિયાથી લઇને ૪૨૮ રૂપિયા રાખવામાં આવી છે. આ ઇશ્યુ ૧૫મી માર્ચના દિવસે બંધ થશે. આવી જ રીતે કોલકાતા સ્થિત બંધન બેંક દ્વારા પણ ૪૪૭૩ કરોડ રૂપિયા ઉભા કરવાના હેતુસર ઇશ્યુ લોંચ કરવામાં આવનાર છે. બંધન બેંક દ્વારા પ્રતિ ઇક્વિટી શેર ૩૭૦થી ૩૭૫ રૂપિયાની પ્રાઇઝ બેંડ નક્કી કરવામાં આવી છે. ફેસ વેલ્યુ ૧૦ રૂપિયા રહેશે. ૧૧.૯૨ કરોડ શેરનું કુલ કદ રહેનાર છે. આ ઉપરાંત સરકારી હિન્દુસ્તાન એરોનોટિક્સનો ૪૨૦૦ કરોડ રૂપિયાનો આઈપીઓ ૧૬મી માર્ચના દિવસે ખુલ્યા બાદ ૨૦મી માર્ચના દિવસે બંધ થશે. અન્ય કંપની કાર્ડા કન્સ્ટ્રક્શન દ્વારા ૧૬મી માર્ચના દિવસે આઈપીઓ લાવનાર છે. આ કંપની ૭૭.૪૦કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. આનો મતલબ એ થયો કે, આ સપ્તાહમાં એક પછી એક આઈપીઓ બજારમાં આવનાર છે જેથી કારોબારીઓની નજર નવા આઈપીઓમાં નાણા રોકવા ઉપર કેન્દ્રિત રહેશે. શેર બજાર સાથે જોડાયેલા જાણકાર લોકોનું કહેવું છેકે, હિન્દુસ્તાન એરોનોટિક્સમાં સૌથી વધારે પડાપડી જોવા મળી શકે છે. આ કંપની ૭૭.૪૦ કરોડ ઉભા કરીને નાણાને તેના વિસ્તૃત કાર્યક્રમમાં રોકાણ કરવાની યોજના ધરાવ છે. આઈપીઓ માટે ૨૦૧૭ અને ૨૦૧૮ના વર્ષ ખુબ જ આશાસ્પદ બનેલા છે.

Related posts

एयर इंडिया के रणनीतिक विनिवेश के लिए सरकार प्रतिबद्ध है : पुरी

aapnugujarat

અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

editor

રિલાયન્સ જામનગરમાં રૂ.૭૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે

editor

Leave a Comment

UA-96247877-1