Aapnu Gujarat
બિઝનેસ

રિલાયન્સ જામનગરમાં રૂ.૭૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ જામનગરમાં કુલ રૂ.૭૫,૦૦૦ કરોડનું રોકાણ સાથે ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટના ઉત્પાદન કરતો સોલાર એનર્જી પ્રોજેક્ટ સ્થાપશે. કંપની નવું ક્લિન એનર્જી વિઝન ધરાવતું હોવાની જાહેરાત કંપનીના સીએમડી મુકેશ અંબાણીએ ૪૪મી એજીએમમાં કરી હતી.જામનગરમાં ઘીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ બનાવવામાં આવશે. કંપની હવે પરંપરાગત એનર્જીની જગ્યા પર ન્યૂ એનર્જી એટલે કે ગ્રીન એનર્જી પર જાેર આપી રહી છે. તેના માટે રિલાયન્સે ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવ્યું છે. જેમાં દેશની ઘણી મોટી પ્રતિભાઓને સામેલ કરવામાં આવશે. જામનગરમાં ધીરૂભાઈ ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સનું નિર્માણ શરૂ કરાયું છે.જિઓફોન નેક્સ્ટ ગણેશ ચતૃર્થીથી લોન્ચ કરાશે. ગુગલ અને જિઓ દ્વારા સંયુક્તપણે તૈયાર કરાયેલો જિઓફોન નેકસ્ટ લોન્ચ કરાશે. આ ફોન ૧૦મી સપ્ટેમ્બર ગણેશ ચતૃર્થીના દિવસે લોન્ચ કરાશે એવી જાહેરાત મુકેશ અંબાણીએ કરી હતી. જિઓફોન નેકસ્ટ સ્માર્ટફોન એન્ડ્રોઇડ એપને સપોર્ટ કરશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, જિઓ દુનિયાની સૌથી સસ્તી ૪જી સર્વિસ છે.મુકેશ અંબાણીએ એજીએમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્લોબલ હોવાની પણ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે તેમના ગ્લોબલ પ્લાન્સની જાહેરાત આવનારા સમયમાં કરાશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, સાઉદી અરામકોના યાસિર અલ રૂમાયનને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરવામાં આવશે. આ રિલાયન્સના ગ્લોબલ બનવાની શરૂઆત હશે.મુકેશ અંબાણીએ કહ્યું કે, ૭૫ હજાર નોકરી આપી છે. રિલાયન્સ જિયોએ સમગ્ર વર્ષ દરમિયાન ૩.૭૯ કરોડ નવા ગ્રાહકોને જાેડ્યા છે અને તે ૪૨.૫ કરોડ ગ્રાહકોને સેવા આપે છે. મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં ૬.૮ ટકા હિસ્સો રહ્યો છે. તે દેશના ૨૨ સર્કલમાંથી ૧૯ સર્કલમાં રેવન્યુની રીતે લીડર છે. દેશની મોટી કંપનીના રૂપમાં રિલાયન્સનું દેશની ઈકોનોમીમાં યોગદાન સારુ રહ્યું છે.
નીતા અંબાણીએ જણાવ્યું કે, ભારતમાં દર ૧૦માંથી ૧ કોરોના દર્દીને ઓક્સિજન પૂરો પાડ્યો. દેશના ૧૦૯ શહેરમાં ૧૧૬ વેક્સિનેશન સેન્ટર બનાવ્યા. માત્ર મુંબઈમાં જ ૮૭૫ બેડ કોવિડ કેર સેન્ટરની સ્થાપતના કરી. કોરોનાકાળમાં કંપનીએ ઝડપથી પોતાનું મેડિકલ ઓક્સિજન ઉત્પાદન વધાર્યું.

Related posts

मारुति सुजुकी की बिक्री में बड़ी गिरावट, अगस्त में 33% घटी कारों की सेल

aapnugujarat

ઔદ્યોગિક મૂડીરોકાણમાં ગુજરાત દેશમાં અવ્વલ

aapnugujarat

जीएसटीः एक महीने होने पर भी पटरी पर नहीं व्यापार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1