Aapnu Gujarat
શિક્ષણ

૩૧ જુલાઇ સુધી ધો.૧૨નું પરિણામ જાહેર કરો : સુપ્રીમનો તમામ રાજ્યના બોર્ડને આદેશ

મોટાભાગના રાજ્યોના બોર્ડે ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા રદ કરી છે, ત્યારે સુપ્રીમ કોર્ટે તે તમામ રાજ્ય બોર્ડને આદેશ કર્યો છે કે, ૩૧મી જુલાઇ સુધી ધોરણ ૧૨નું પરિણામ જાહેર કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે રાજ્યોએ અત્યાર સુધી ઇન્ટરનલ મુલ્યાંકન સ્કીન તૈયાર કરી નથી, તેમની પાસે ૧૦ દિવસનો સમય છે.આ પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેમની યોજના છે કે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના મુલ્યાંકનનું માપદંડ ધોરણ ૧૦ અને ૧૧ના પરિણામો પર આધારિત હશે. સીબીએસઇ તેમનું મૂલ્યાંકન પાછળની પરીક્ષા પર આધારિત થશે. જ્યારે પરિણામ ૩૧ જૂલાઈ સુધી જાહેર કરાશે.ઉતરપ્રદેશના નાયબમુખ્યમંત્રી દિનેશ શર્માએ લખનઉમાં કહ્યું હતું કે, યુપી બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનું પરિણામ અને માર્કેશીટ જુલાઇમાં જાહેર કરાશે. ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ પરિષદ (યુપીએમએસપી) એ ૨૦ જૂને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના મુલ્યાંકન માટે નવી ફોમ્ર્યુલા જાહેર કરી હતી.ઉલ્લેખનયી છે કે, સીબીએસઇ, સીઆઇએસસીઇ, યુપી બોર્ડ, એમપી બોર્ડ, રાજસ્થાન બોર્ડ, પંજાબ બોર્ડ, હરિયાણા બોર્ડ, મહારાષ્ટ્ર બોર્ડ, ગુજરાત બોર્ડ સહિત દેશના મોટાભાગના બોર્ડે પોતાની ૧૨માં ધોરણની પરીક્ષાઓ કોરોનાને લીધે રદ કરી છે, પરંતુ આંધ્રપ્રદેશે અત્યાર સુધી ૧૨માં ધોરણની પરીક્ષા રદ કરી નથી.આ પહેલા કોર્ટે કહ્યું હતું કે, તમામ રાજ્ય બોર્ડોની એક સરખી મુલ્યાંકન સ્કીન થઇ શકતી નથી. તે આ પ્રકારના આદેશ આપી શકતી નથી.

Related posts

શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન અને નોકરીઓમાં મરાઠા અનામત પર સુપ્રીમે રોક લગાવી

editor

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલની N.S.S.શિબિર વાઘવા ગામે યોજાઈ

aapnugujarat

જેઈઈ : આઈઆઈટી કાઉન્સિલિંગ- એડમિશન પર સુપ્રીમની બ્રેક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1