Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી ફરી પીએમ બને તેવી ૭૨ ટકા લોકોની ઈચ્છા : સર્વે

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આજે સત્તામાં ચાર વર્ષ પૂર્ણ કરી ચુક્યા છે. નરેન્દ્ર મોદી પર લોકોનો વિશ્વાસ હજુ જોરદાર રીતે અકબંધ છે. ટાઇમ્સ મેગા ઓનલાઇન પોલના તારણ જારી કરવામાં આવ્યા છે. જેમાં મોદીની વિશ્વસનીયતા પર મંજુરીની મહોર લોકોએ મારી દીધી છે. નરેન્દ્ર મોદી હજુ પણ દેશમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે અકબંધ રહ્યા છે. પોલમાં સામેલ કરવામાં આવેલા ૮૪૪૬૪૬ લોકોમાંથી બે તૃતિયાંશ લોકો અથવા તો ૭૧.૯ ટકા લોકોએ અભિપ્રયા આપ્યો છે કે તેઓ ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન માટે મત આપશે. ૭૩.૩ ટકા લોકોનુ કહેવુ છે કે આજે ચૂંટણી થાય તો કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનશે.વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી પોલમાં સૌથી આગળ રહ્યા છે. જયારે ૧૬ ટકા લોકોનુ કહેવુ છે કે તેઓ મોદી અથવા તો રાહુલ ગાંધી ઉપરાંત કોઇ અન્યને વડાપ્રધાન તરીકે મત આપશે. ૧૧.૯૩ ટકા લોકો રાહુલ ગાંધીને મત આપવા માટે ઇચ્છુક છે. આ પોલ ટાઇમ્સ ગ્રુપની નવ ભાષામાં નવ સાઇટને આવરી લઇને કરવામાં આવ્યા બાદ તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ૨૩ અને ૨૫મી મેના દિવસે પોલ કરવામાં આવ્યા બાદ તેના તારણો મોદી સરકાર માટે સંતોષજનક રહ્યા છે. મોદી સરકારના હજુ સુધીના કામ અંગે પુછવામાં આવતા આશરે બે તૃતિયાશ લોકોએ કહ્યુ છે કે સરકાર ખુ સારુ અથવા તો સારુ કામ કરી રહી છે. ૪૭.૪ ટકા લોકોનુ કહેવુ છે કે મોદી સરકાર ખુબ સારુ કામ કરી રહી છે. ૨૦.૬ ટકા લોકોએ સરકારના કામને સારુ કહ્યુ છે. ૨૦.૫૫ ટકા લોકોએ સરકારના કામને અયોગ્ય ગણાવી રહ્યા છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા લોકોને મોદી સરકારની સૌથી મોટી સિદ્ધી અને સૌથી મોટી નિષ્ફળતાના સંબંધમાં પુછવામાં આવતા ૩૩.૪૨ ટકા લોકોએ જીએસટીના અમલીકરણને મોદી સરકારના સૌથી સારા નિર્ણય તરીકે ગણાવીને તેની પ્રશંસા કરી છે.
નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઇકના પગલાને પણ લોકો સાહસી નિર્ણય ગણાવી રહ્યા છે. નોટબંધીને લઇને લોકોના અભિપ્રાય જુદા જુદા રહ્યા છે. નોટબંધીને અમલી થયાને દોઢ વર્ષનો સમય થઈ ગયો છે પરંતુ આને લઈને લોકોમાં જુદા જુદા અભિપ્રાય રહ્યા છે. પોલમાં હિસ્સો લેનાર દર પાંચ લોકો પૈકી એકે આને સફળ નીતિ તરીકે ગણાવી છે. ૨૨.૨ ટકા લોકો આને કેન્દ્રિય સરકારની સૌથી મોટી નિષ્ફળતા તરીકે પણ ગણે છે. લઘુમતિઓ સાથે જોડાયેલા પ્રશ્નના જવાબમાં મોટાભાગના લોકો અથવા તો ૫૯.૪૧ ટકા લોકોનું કહેવું છે કે એનડીએ સરકારમાં લઘુમતિઓ પોતે બિનસુરક્ષિત અનુભવ કરી રહ્યા છે. પરંતુ લઘુમતીઓ બિલકુલ સુરક્ષિત છે. લઘુમતીઓ સુરક્ષિત છે તેમ માનનાર લોકોની ટકાવારી ૫૯.૪૧ ટકા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ વિપક્ષોની એકતાના સંબંધમાં ૫૭.૧ ટકા લોકોનું કહેવું છે કે આ ગઠબંધન અસરકારક રહેશે નહીં. એકમત થયેલા વિપક્ષમાં દમ નહીં હોવાની વાત કરવામાં આવી છે.

Related posts

चार एयरफोर्स जवानों की हत्या केस में यासीन मलिक पर १ अक्टूबर से टाडा कोर्ट में सुनवाई

aapnugujarat

38% deficit in current southwest monsoon : IMD

aapnugujarat

बाजवा के शांति संदेश पर भारत का जवाब

editor

Leave a Comment

UA-96247877-1