Aapnu Gujarat
ગુજરાત

નાંદોદ મતવિસ્તારના ઝોનલ, પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટપ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોનો યોજાયેલો તાલીમવર્ગ

નર્મદા જિલ્લામાં આગામી તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમી આયોજનના ભાગરૂપે નાંદોદ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ધવલભાઇ પંડ્યાની રાહબરી હેઠળ અંદાજે ૧૩૭૬ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલા તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો છે. આ તાલીમના પ્રથમ બે દિવસ દરમિયાન અંદાજે ૯૯૩ જેટલા અધિકારી-કર્મચારીઓને તાલીમ અપાઇ છે.

ગઇકાલથી પ્રારંભાયેલા જુદા-જુદા તાલીમ વર્ગોમાં પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા, નાંદોદના મામલતદારશ્રી આઇ.એ. શેખ, ગરૂડેશ્વર મામલતદારશ્રી વી.વી. મછાર, તિલકવાડાના મામલતદારશ્રી એન.વી. ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલા આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે નગરપાલિકાના ટાઉનહોલ ખાતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. તેની સાથોસાથ રાજપીપલા સરકારી હાઇસ્કુલ ખાતે ચૂંટણીલક્ષી કામગીરી સબબ પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.

પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તેમજ ઝોનલ ઓફિસર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે ઝોનલ ઓફિસરને જરૂરી કાળજી રાખવાની બાબતો ઉપરાંત મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.

આ પ્રસંગે પોસ્ટલ બેલેટ માટેના નોડલ અધિકારીશ્રી અને પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી બારીયા તરફથી પોસ્ટલ બેલેટથી મતદાન માટે ફોર્મ નં- ૧૨ નું ઉપસ્થિત તાલીમાર્થીઓને વિતરણ કરાયું હતુ. તાલીમના ત્રીજે દિવસે ૩૮૩ અધિકારીઓ-કર્મચારીઓને તાલીમમાં આવરી લેવાનું પણ આયોજન કરાયું છે.

Related posts

ડભોઈ નગરપાલિકાના વહીવટકર્તા તરીકે એસ.કે.ગરવાલની નિમણૂંક

editor

બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ડેટા ચોરી કેસમાં વધુ બે ઝડપાયા : સુરત ક્રાઇમબ્રાંચે આઠ આરોપીઓની ધરપકડ કરી

aapnugujarat

ઇવકોન કોન્ફરન્સમાં મહિલા સશકિતકરણનો મુદ્દો ચમક્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1