Aapnu Gujarat
ગુજરાત

ઇવકોન કોન્ફરન્સમાં મહિલા સશકિતકરણનો મુદ્દો ચમક્યો

દેશની મહિલા ડોકટરોના પરિપ્રેક્ષ્યમાં એક મહત્વની ઇવેન્ટમાં અમદાવાદ શહેરમાં પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે ઓલ ઇન્ડિયા વુમન ડોકટર્સ કોન્ફરન્સ ઇવકોન-૨૦૧૮ યોજાઇ હતી, જેમાં મહિલા સશકિતકરણનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. અમદાવાદ મેડિકલ એસોસીએશનની વુમન ડોકટર્સ વીંગ દ્વારા આયોજિત આ રાષ્ટ્ર્‌ીય કક્ષાના મહિલા ડોકટર્સના મેળાવડામાંં દેશભરમાંથી ૧૫૦૦થી વધુ મહિલા ડોકટરો ભાગ લીધો હતો. ઇવકોન-૨૦૧૮ના મુખ્ય અતિથિ પદેથી વર્લ્ડ મેડિકલ એસોસીએશનના પૂર્વ અધ્યક્ષ ડો.કેતન દેસાઇએ જણાવ્યું હતું કે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં મહિલાઓ આજે સશકત બની છે, તે ઘણા આનંદ અને ગૌરવની વાત છે. આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં મહિલાઓ પ્રશંસનીય કામગીરી કરી રહી છે ત્યારે તેમની જવાબદારીઓ પણ સામે વધી છે. તેથી પ્રગતિ અને આધુનિકતાના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રે સંતુલન સાધવા માટે સુસજ્જ રહેવું જોઇએ. મહિલાઓએ પોતાની વિચારધારા બદલીને મનથી જીતવુ પડશે અને તો જ તેઓ પોતાના વિકાસ સાથે સમાજના વિકાસમાં ભાગીદાર બની શકશે. આ પ્રસંગે અતિથિ વિશેષ પદેથી ડો.જયશ્રીબહેન મહેતા અને ઇવકોન -૨૦૧૮ના ચેરપર્સન ડો.મોના દેસાઇએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મહિલાઓએ તમામ સામાજિક રિવાજોનો આદર કરીને પ્રગતિ અને આર્થિક સ્વતંત્રતાની સાથે સાથે પોતાના પગ જમીન પર રાખતા શીખવાનું છે. મહિલાઓએ પોતાના પરિવાર અને સમાજ સાથે પણ એટલું જ સંતુલન જાળવવાનું છે. સ્ત્રીની અસંતુલિત માનસિક સ્થિતિ સમગ્ર પરિવારને અસર કરે છે. પ્રાચીન ઇવથી આધુનિક ઇ-વુમનના રૂપાંતર દરમ્યાન મહિલાઓએ ઘણું બધુ મેળવ્યુ છે અને તેની કિંમત પણ ચૂકવી છે એટલે કે, ઘણું ગુમાવ્યું પણ છે. આધુનિક ઇ-વુમને ઘણુ ગુમાવ્યું પણ છે અને તે છે માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય. વુમન ડોકટર્સ સમાજ અને તેના પરિવારજનો તેમ જ આડોશ-પાડોશ સહિતના તમામ લોકોની સેવા-સારવાર કરવા તત્પર રહે છે પરંતુ તેના પોતાના આરોગ્ય અને સ્વાસ્થ્યને લઇ તે જાણે-અજાણે બેદરકાર અને બેધ્યાન રહે છે, તેથી આ વિશે પણ વુમન ડોકટર્સને જાગૃત કરવાનો આ એક પ્રયાસ છે. આ વખતની ઓલ ઇન્ડિયા વુમન ડોકટર્સ કોન્ફરન્સ(ઇવકોન-૨૦૧૮)માં મુખ્ય થીમ જર્ની ઓફ ઇવ ટુ ઇ-વુમન હતી.
મહિલા ડોકટર્સ માટે ખૂબ જ મહત્વની એવી આ કોન્ફરન્સમાં દેશભરમાંથી ૧૫૦૦થી વધુ મહિલા ડોકટરાએે ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં મહિલા ડોકટર્સની મુશ્કેલીઓ, તેમના પડકારો અને સામાજિક સમસ્યા સહિતના મુદ્દાઓની સાથે સાથે મહિલાઓના થતા શોષણ જેવા સામાજિક મુદ્દાઓ વિશે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ મહિલા ડોકટરોએ સાઇન કરી આ મુદ્દાઓ પરના ઠરાવો ભારત સરકારના મહિલા અને બાળ સ્વાસ્થ્ય મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશકિતકરણ મંત્રાલય,દિલ્હીને મોકલી આપ્યા હતા.

Related posts

निर्णयनगर क्षेत्र में जमीन-मकान दलाल पिता और पुत्र पर शख्सों का घातक हमला

aapnugujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ મરામત મહાઅભિયાન શરુ

editor

ગુજરાત સરકારના કર્મચારીઓ આનંદોઃ મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4%નો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1