Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇસ્લામિક સ્ટેટ આઈએસ દ્વારા ભારતમાં લોન વુલ્ફ એટેક કરવા અપાયેલી ચેતવણી

ઇસ્લામિક સંગઠન આઈએસ દ્વારા ભારતમાં આવનારા સમયમાં કુંભમેળા અને કેરળમાં ત્રિશુરપુરમ જેવા લોકપ્રિય તહેવારોમાં લોન વુલ્ફ એટેક કરવાની ચેતવણી આપવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ ૧૦ મિનિટ લાંબી ઓડિયો ક્લીપ મલિયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે જેમાં ભારતમાં કુંભમેળા અને કેરળમાં ઉજવાતા ત્રિશુરપુરમ જેવા લોકપ્રિય તહેવારોમાં કે જ્યાં ખુબ મોટા પ્રમાણમાં લોકો એકઠા થતાં હોય ત્યાં અમેરિકાના લાસવેગાસ જેવા લોન વુલ્ફ હુમલાઓ કરવા માટે કહેવામાં આવ્યું છે. પુરુષના અવાજમાં કુરાનની અનેક આયાતોનો ઉલ્લેખ કરવાની સાથે જ ભારતમાં આતંકી હુમલો કરવા કહેવાયું છે. સક્રિય એવા આઈએસ સંગઠન દોલાતુલ ઇસ્લામની ૫૦મી ઓડિયો ક્લીપ છે. આ ક્લીપમાં લાસવેગાસ શૂટિંગનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે, તમારા મગજનો ઉપયોગ કરો. તેમના ખાવામાં ઝેર ફેળવી દો. ટ્રકોનો ઉપયોગ કરો, મહાકુંભ મેળો હોય કે ત્રિશુરપુરમમાં ગાડી તેમના ઉપર ચઢાવી દો. આઈએસ મુઝાહિદ્દીનોએ દુનિયાના અનેક વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યો છે. લાસવેગાસમાં કરવામાં આવેલા હુમલા સંદર્ભમાં પણ આ ઓડિયો ક્લીપમાં કહેવાયું છે કે, અમારા સમર્થકોએ મ્યુઝિક કન્સર્ટમાં હુમલો કરીને અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હવે તમને પણ કોઇ ટ્રેનને પાટા પરથી ઉતારી દઇ અથવા તો અન્ય પ્રકારના હુમલા કરી ઉડાવી દેવા જોઇએ. આઈએસ પ્રેરિત ૧૦ મિનિટની આ જારી કરવામાં આવેલી ઓડિયો ક્લીપ વાઇરલ થતાં ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઇ ગઇ છે અને તેમણે સંબંધિત એવા તમામ વિસ્તારોને હાઈએલર્ટ કરતા કહ્યું છે કે, આઈએસ દ્વારા સંભવિત એવા લોન વુલ્ફ એટેકની સામે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

Related posts

सत्ता में आने पर एक करोड़ से अधिक अवैध प्रवासियों को देंगे नागरिकता : बाइडेन

editor

WHO ने कोरोना वायरस का रखा नया नाम ‘कोविड-19’

aapnugujarat

गुआम पर मिसाइलों की बौछार करने की कोरिया की धमकी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1