Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉત્તર કેલિફોર્નિયામાં સાત જગ્યાએ ફાયરીંગથી દહેશત

અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયાના રાજયના ઉત્તરીય ભાગની એક સ્કૂલ સહિત ગ્રામીણ વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ આજે એકાએક કરેલા અંધાધૂંધ ફાયરીંગમાં ચાર નિર્દોષ લોકોના મોત નીપજયા હતા, જયારે કેટલાક લોકોને વત્તા ઓછા અંશે ઇજા પહોંચી હતી. ફાયરીંગ અને હુમલાની આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. સમગ્ર કેલિફોર્નિયા અને અમેરિકામાં ઘટનાની ભારે નિંદા થતી જોવા મળી હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયા રાજયના ઉત્તરીય ક્ષેત્રની એક સ્કૂલ સહિતના ગ્રામીણ વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ અચાનક અને અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. હુમલાખોરોએ નિર્દોષ લોકો પર બેફામ અને આડેધડ રીતે ગોળીઓ વરસાવી હતી. ઉત્તર કેલિફોર્નિયામાં સાતથી વધુ જગ્યાઓ પર કરાયેલા આ ફાયરીંગના હુમલામાં ચાર નિર્દોષ લોકોના મોત નીપજયા હતા, જયારે કેટલાકને ઇજા પહોંચી હતી. હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ છવાઇ ગયો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ, અજાણ્યા હુમલાખોરો દ્વારા આ હુમલો ત્યારે કરવામાં આવ્યો કે, જયારે વહેલી સવારે બાળકો-વિદ્યાર્થીઓ શાળામાં આવી રહ્યા હોય. આ હુમલામાં બે નિર્દોષ માસૂમ બાળકોના પણ મોત નીપજયા હતા. જેને લઇ વિદ્યાર્થીઓ અને સ્થાનિક સ્કૂલ સત્તાવાળાઓએ પણ ઘટનાની ગંભીર નોંધ લઇ અને વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓમાં ફેલાયેલા ભય અને ફફડાટને જોઇ પ્રશાસન-પોલીસ તંત્ર પાસે વધુ સુરક્ષાની માંગણી કરી હતી. બાળકોના મોતની ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકનો માહોલ છવાયો હતો. ઉત્તર કેલિફોર્નિયા સહિત સમગ્ર અમેરિકામાં ફાયરીંગ અને હુમલાની ઘટનાની ભારે નિંદા થઇ હતી. દરમ્યાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક પોલીસે આડેધડ અને અંધાધૂંધ ફાયરીંગ કરનાર હુમલાખોર શખ્સને ઠાર માર્યો હતો. જો કે, સુરક્ષા એજન્સીઓએ ઠાર મરાયેલા હુમલાખોર સાથે તેના અન્ય સાથીઓ કે શખ્સો હતા કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, અમેરિકાના વાઇસ પ્રેસીડેન્ટે સમગ્ર હુમલા અંગે ભારે દુઃખ વ્યકત કરી હુમલાને વખોડી કાઢયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકાના ટેક્સાસ ખાતે પણ એક ચર્ચમાં ફાયરીંગની ઘટના ઘટી હતી. જેમાં પણ ૨૫થી વધુ લોકોના મોત નીપજયા હતા. આ ઘટના બાદ બનેલી હુમલાની આ ઘટનાને લઇ અમેરિકામાં સ્થાનિક નાગરિકોમાં ફફડાટની લાગણી ફેલાયેલી જોવા મળે છે.

Related posts

મુંબઈ અટેકમાં પાકિસ્તાનના ત્રાસવાદીઓનો હાથ : શરીફ

aapnugujarat

4 Indian astronauts to be trained by Russia for Gaganyaan: Indian Embassy in Moscow

aapnugujarat

ट्रंप पर यौन शोषण का आरोप

editor

Leave a Comment

UA-96247877-1