Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં સ્ટુડન્ટસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યકરોની અટકાયત

તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસ દુષ્કર્મ મામલે ભારતભરમાં લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે ત્યારે આજરોજ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરને હાથરસ દુષ્કર્મ મામલે આવેદનપત્ર સોંપવા માટે રેલી યોજવામાં આવી હતી.રેલીનું હિંમતનગર બસ સ્ટેશનથી કલેકટર કચેરી સુધી આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મંજૂરી વિના રેલી યોજાતા હિંમતનગર બી ડીવીઝન પોલીસે સિવિલ સર્કલ પાસેથી ૩૦ કરતાં પણ વધારે કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતાં. કાર્યકરો દ્વારા પોલીસ મથકમાં પણ હાથરસ દુષ્કર્મ મામલે ન્યાયની માંગણી સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. હિંમતનગર બી ડીવીઝન પોલીસ દ્વારા સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અગ્રણીઓ સાથે સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગણી કરવામાં આવી હતી કે હાથરસ દુષ્કર્મ મામલે દુષ્કર્મ આચરનાર નરાધમોને સખતમાં સખત સજા આપવામાં આવે તેમજ સ્ત્રીઓ સાથે થતાં દુષ્કર્મ મામલે સરકાર વિવિધ માર્ગદર્શન અને શિબિરો યોજે, મહિલાઓ તેમજ યુવતીઓને પોતાના સ્વ બચાવ માટે યોગ્ય તાલીમ આપવામાં આવે તેમજ દરેક ગામમાં મહિલાઓ અને યુવતીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવામાં આવે. આ તમામ માંગણીઓ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

બાળકોની સેવા એટલે ભગવાનની સેવા : સરકાર કુપોષણ નાબુદી માટે કટિબધ્ધ : નાયબ મુખ્યમંત્રી

aapnugujarat

गुजरात के 4 विधायको ने दिया इस्तिफा, सासंद के चुनाव जितकर गये दिल्ली

aapnugujarat

જય સોમનાથના નારા સાથે સોમનાથથી ઓરિસ્સા વતન જવા યાત્રાળુઓ રવાના

editor

Leave a Comment

UA-96247877-1