Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર નગરપાલિકા શાસક પક્ષે કચરાને પણ ના છોડ્યો

હિંમતનગર નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. વાત જાણે એમ છે કે છેલ્લાં ઘણાં સમયથી હિંમતનગર નગરપાલિકા તેમજ શાસક પક્ષ દ્વારા ભ્રષ્ટાચાર મામલે વારંવાર શહેરની જનતા આક્ષેપો કરી રહી છે. આ અગાઉ પણ હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસર અને ચીફ એન્જિનિયર લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા ત્યારબાદ હવે હિંમતનગર નગરપાલિકાના ભ્રષ્ટાચારની નવી પોલ ખુલી છે. મળતી માહિતી પ્રમાણે હિંમતનગર કાટવાડ સ્થિત ઘન કચરા સાઇટમાં અંદાજે ૨૫ લાખ કરતા પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર થતાં બે દિવસ અગાઉ ગાંધીનગરથી તપાસ માટે હિંમતનગર નગરપાલિકા ખાતે ટીમ આવી પહોંચી હતી ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મચારીઓ પણ દોડતા થઇ ગયા હતા ત્યારે આજરોજ ઘન કચરા કૌભાંડ બાબતે હિંમતનગર કોંગ્રેસ દ્વારા હિંમતનગર નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો તેમજ પાલિકા પ્રમુખ અનિરુદ્ધ સોરઠીયાની ઓફિસને પણ તાળા માર્યા હતા અને નગરપાલિકા ચીફ ઓફિસરની ઓફિસનો પણ ઘેરાવ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, બાંધકામ સમિતિના ચેરમેન તાત્કાલિક ધોરણે રાજીનામું આપે અને જો પાલિકાના ચીફ ઓફિસર આ કૌભાંડમાં સામેલ હોય તો ઉચ્ચ કક્ષા દ્વારા ચીફ ઓફિસરને પણ તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવામાં આવે. હિંમતનગર નગરપાલિકાને ભ્રષ્ટાચારનો ભય જોવા મળતું નથી વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપો પાલિકા ઉપર અને શાસક પક્ષ ઉપર થતા હોય છે. આ બાબતે હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ અંગેની તપાસ વિજિલન્સ દ્વારા કરવામાં આવશે. ચીફ ઓફિસરે વધુમાં એ પણ જણાવ્યું હતું કે એ પોતે ભ્રષ્ટાચારથી દૂર હોય આ બાબતે કશું જ જાણતા નથી હવે જોવું રહ્યું કે હિંમતનગરની નગરપાલિકા ઉપર કયા પ્રકારનો ગુન્હો દાખલ થશે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

નર્મદા જિલ્લામાં અંદાજે રૂા.૧૪૦.૧૦ લાખના ખર્ચે ૨૪ જેટલી પાણી પુરવઠા યોજના મંજૂર

aapnugujarat

એસટીની હડતાળથી મુસાફરો અટવાયા, ખાનગી વાહનોએ ચલાવી લુંટ

aapnugujarat

साबरमती में गणेश विसर्जन नहीं करने देने प्रशासन तैयार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1