Aapnu Gujarat
રમતગમત

કોરોના સંકટ વચ્ચે ઓસ્ટ્રેલિયાનો આગામી ૨૬ નવેમ્બરથી ભારત પ્રવાસ યોજાશે

વિશ્વભરમાં કોરોનાવાયરસના વધતા ચેપ વચ્ચે ક્રિકેટ મેચનું ખૂબ જ મુશ્કેલીથી આયોજન કરવામાં આવી રહ્યુ છે. હાલ કોઈ પ્રેક્ષકો વિના બંધ સ્ટેડિયમમાં આઈપીએલની મેચ રમાઇ રહી છે. દરમિયાન, સારા સમાચાર એ છે કે કોરોના સંકટ વચ્ચે ઓસ્ટ્રેલિયાનો આગામી ૨૬ નવેમ્બરથી ભારત પ્રવાસ યોજાશે. ખાસ વાત એ છે કે બંને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ ડે-નાઈટ હશે. આ મેચ એડિલેડમાં રમાશે. આ પ્રવાસ દરમિયાન વનડે અને ટી -૨૦ ની ૩-૩ મેચ રમવામાં આવશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રવાસનું આખું શેડ્યૂલ તૈયાર કર્યું છે. પરંતુ હાલમાં ઓસ્ટ્રેલિયન બોર્ડ સરકાર તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોવાઇ રહી છે.
ભારતીય ટીમ ૧૦ નવેમ્બરના રોજ આઈપીએલ પુરી થતા જ યુએઈથી સીધા બ્રિસ્બેન પહોંચશે. સૂચિત કાર્યક્રમ મુજબ ૨૫-૩૦ નવેમ્બરની વચ્ચે વનડે સિરીઝ રમવામાં આવશે. ટી ૨૦ ૪ થી ૮ ડિસેમ્બર વચ્ચે રમાશે. આ પછી, ભારતીય ટીમ પિંક બોલની વોર્મ-અપ મેચ રમશે અને ત્યારબાદ વિરાટ કોહલીની ટીમ પ્રથમ વખત વિદેશમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, બીસીસીઆઈ પણ આ પ્રવાસના કાર્યક્રમમાં સહમત છે.
પ્રથમ ટેસ્ટ મેચ (ડે-નાઈટ) એડેલેડમાં ૧૭-૨૧ ડિસેમ્બરે રમાશે. બીજી બોક્સીંગ ડે ટેસ્ટ મેચ મેલબર્નમાં ૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન યોજાશે. જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ ૭ જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. જ્યારે પ્રવાસની છેલ્લી ટેસ્ટ મેચ ૧૫ જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયામાં વિદેશથી આવતા લોકોને ૧૪ દિવસની ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયન સરકારને ક્વોરેન્ટાઇન દરમિયાન પ્રેક્ટિસ કરવાની પરવાનગી માંગવાની તૈયારી કરી રહ્યું છે.

Related posts

इविन लुईस के धमाल से ९ विकेट से जीता वेस्ट इंडीज

aapnugujarat

: राशिद ने BBLमें ली हैट्रिक

aapnugujarat

Hashim Amla retirement from international cricket

aapnugujarat

Leave a Comment

UA-96247877-1